ઉનાના સામતેર ગામની રાવલ નદીમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

ઉના તાલુકાના સામતેર ગામમાંથી પસાર થતી રાવલ નદીમાં મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બે દિવસ અગાઉ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રાવલ…

ઉના તાલુકાના સામતેર ગામમાંથી પસાર થતી રાવલ નદીમાં મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બે દિવસ અગાઉ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પૂરનાં પાણી સાથે મહાકાય મગર પણ નદીમાં આવી પહોંચ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બપોરના સમયે મગર નદીના પટ નજીક દેખાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂૂપે નદીના પટમાં કોઈપણ વ્યક્તિએ અવરજવર ન કરવા તેમજ ખાસ કરીને બાળકોને નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

ગ્રામજનોનું કહેવું છે કે નદીના પટની બાજુમાં ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ આવેલી છે, જ્યાં અંદાજે 300થી 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થી ઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી મગરનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે ખસેડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. ગ્રામજનોએ તંત્રને અપીલ કરી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જરૂૂરી પગલાં લઈ લોકોમાં વ્યાપેલી ભયની લાગણી દૂર કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *