કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ

ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…

ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ

જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર યુવકની ફરિયાદને આધારે કીર્તિ પટેલ સહિત પાંચ સામે ગુનો નોંધાયો

જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતા શરૂૂ થેયલા વિવાદ બાદ સાધુ-સંતોના અપમાન બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ મામલે ઇન્દ્ર્ભારતી બાપુ અને કીર્તિ પટેલ સામે સામે આવી ગયા હોય જેમાં ઇન્દ્રભારતી બાપુના સર્મથનમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવનાર જૂનાગઢના રહેવાસી 27 વર્ષીય અફજાન કાળાભાઈ સીદા નામના યુવકને કીર્તિ પટેલ અને તેના સાગ્રીતો તરફથી ધમકી આપી 20 લાખની ખંડણી માંગતા ધમકીથી ડરી ગેયલા યુવાને પ્રથમ તેના ઘરે જૂનાગઢના બલીયાવાડ અને ત્યારબાદ જેતપુર રેલ્વે પુલ પાસે આવીને ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અફજાન નામના યુવકે આ આપઘાત કરતા પૂર્વે ફીનાઇલ પીતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં કીર્તિ પટેલ સહિતના સામે આક્ષેપ કરતા જેને પગલે હડકંપ મચી ગયો હતો. યુવકે આ પગલું ભરવા પાછળ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કીર્તિ પટેલ સહિતના સામે ગંભીર આક્ષેપો કર્યા છે.આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે કીર્તિ પટેલ સહીત પાંચ સામે ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ જૂનાગઢના બલીયાવાડ દરજી શેરીમાં રહેતા 27 વર્ષીય અફજાન કાળાભાઈ સીદા નામના યુવકે જેતપુર આવીને ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જન થતા જેતપુર ઉધોગનગર પોલીસ હોસ્પીટલે પહોચી હતી અને આ મામલે અફજાન કાળાભાઈ સીદાની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો.જેમાં ટિકટોક/ઈન્સ્ટા સ્ટાર કીર્તિ પટેલ અને જૂનાગઢની દિવ્યા સાવલા, દિવ્યાનો બોયફ્રેન્ડ જયપાલસિંહ, સુરતનો હનું રાણા ચાવડા અને વિરમ મેવાડાનું નામ આપ્યું હતું. અફજાન કાળાભાઈ સીદાએ ફરિયાદમાં જણાવ્યું કે, કીર્તિ પટેલ અને તેના સાથીદારો દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

યુવકનો આક્ષેપ છે કે આ લોકોના ત્રાસને કારણે તે જીવવા માંગતો નથી. કીર્તિ પટેલે સાધુ સંતો વિરુદ્ધ વિડીયો બનાવ્યો હોય તેનો અફજાન કાળાભાઈ સીદાએ વિરોધ કરી ઇન્દ્રભરતી બાપુના સર્મથનમાં વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોય જે બાબતે ઈન્સ્ટા સ્ટાર કીર્તિ પટેલ અને જૂનાગઢની દિવ્યા સાવલા, દિવ્યાનો બોયફ્રેન્ડ જયપાલસિંહ, સુરતનો હનું રાણા ચાવડા અને વિરમ મેવાડાએ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ માં ફોન કરી વિડીયો ડીલીટ કરવા ધમકી આપવામાં આવી હતી તેમજ 20 લાખ આપવા ધમકી આપી નહી આપે તો દુષ્કર્મના ખોટા કેસમાં ફીટ કરી દેવા અને ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ફોન અને સોશિયલ મીડિયા ઉપર ધમકી થી ડરી ગયેલા અફજાન કાળાભાઈ સીદા નામના યુવાને પ્રથમ તેના ઘરે જૂનાગઢના બલીયાવાડ દરજી શેરીમાં ફીનાઈલ પી લીધા બાદ તે જેતપુર આવ્યો હતો અને જેતપુરના રેલ્વે પુલ નજીક બીજી વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જેતપુર ઉધોગનગર પોલીસે બીએનએસની કલમ 308 (4),(6) તેમજ 351 (3) 54 ,296 (બી) મુજબ ગુનો નોંધ્યો છે. શિવરાત્રીના દિવસે કીર્તિએ ભગવા વસ્ત્રો સાથે ડૂબકી લગાવી હતી. તેની આ હરકતે સાધુ સંતો અને પરંપરાઓમાં માનતા લોકોમાં રોષ જગાવ્યો હતો. આ ઘટના દરમિયાન કીર્તિએ એક મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી, હવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 10 ગુનો નોંધાયા છે.

ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તે બહાર આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે. તેના પર લોકોને બદનામ કરવા, ખંડણી અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢમાં કેસ નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *