શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં પુત્ર સાથે ઝઘડો થતા પિતાએ ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ સીતારામ સોસાયટીમા રહેતા અશોકભાઇ દેવશીભાઇ કુકડીયા (ઉ.વ.52) નામના પ્રૌઢએ આજે સવારે પોતાના ઘરે ધઉ નાખવાના ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા આ અંગ સિવિલ ચોકિના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસ ચોકીને જાણ કરતા આજીડેમ પોલીસ હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં અશોકભાઇ દરજી કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં પુત્ર જેનીશ સાથે કોઇ બાબતે જઘડો થતા તેમને આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.