મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર.પાટીલની હાજરીમાં ઢોલ નગારાની ધબધબાટી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 62 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. આ જીતની ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી હતી. ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા હતા
રાજ્યના 68માંથી 62 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે.
જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે.પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 62 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, ગુજરાતના લોકોએ ભાજપને ભવ્ય જીત અપાવી છે. ભાજપનો 62 નગરપાલિકા વિજય થયો છે, અને બાકીની 3 નગરપાલિકા માં અપક્ષો સાથે મળીને 65 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને 7 નગરપાલિકામાં 0 સીટ આવી છે. લોકોનો ભાજપમાં વિશ્વાસ વધ્યો છે, કોંગ્રેસ માંથી જે ધારાસભ્ય ચૂંટણી લડ્યા તે પણ હાર્યા. ભાજપનો આ ચૂંટણીમાં સ્ટ્રાઇક રેટ 96 % છે.
ભાજપના સપાટાથી ‘દાદા’ મોજમાં કાર્યકરોને દેવદુર્લભ સાથે સરખાવ્યા
ગુજરાતમાં પાલિકા-પંચાયતમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યાં બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર. ભાજપ એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપ એટલે કોરા વાયદાની નહીં, પણ નક્કર વિકાસની રાજનીતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે. સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહિ. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
ભાજપનો વિજય થવાથી જવાબદારી વધી છે. ગુજરાત માં સરકાર અને સંગઠનની સાથે મળીને આ ભવ્ય વિજય થયો છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણુક અંગે પાટીલે જણાવેલ કે, સંગઠનમાં થોડા દિવસમાં જ ફેરફાર થવાના છે. અને ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે.
