જસદણના સાણથલીથી પિતા-પુત્ર સંબંધીના ઘરે જતા ત્યારે અકસ્માત નડયો
જસદણનાં સાણથલી ગામે રહેતા પિતા-પુત્ર ગોંડલનાં મોવૈયા ગામે સબંધીનાં ઘરે જતા હતા ત્યારે સામેથી આવતા જેસીબીથી બચવા યુવાને બાઇક સાઇડમા લેતા ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક ઝાડ સાથે અથડાયુ હતુ જે અકસ્માતમા ઘવાયેલા પિતાનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ . વૃધ્ધનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણનાં સાણથલી ગામે રહેતા રવજીભાઇ મંગાભાઇ સોલંકી નામનાં 61 વર્ષનાં વૃધ્ધ બે દીવસ પુર્વે પોતાનાં પુત્રનાં બાઇક પાછળ બેસી ગોંડલનાં મોવૈયા ગામે સબંધીનાં ઘરે જતા હતા ત્યારે મોવૈયા ગામ પાસે પહોંચતા સામેથી આવતા જેસીબીથી બચવા રવજીભાઇ સોલંકીને પુત્રએ બાઇક સાઇડમા લેવાનો પ્રયાસ કર્યો હતો તે દરમ્યાન ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે અથડાયુ હતુ.
જે અકસ્માતમા બાઇક સવાર રવજીભાઇ સોલંકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક રવજીભાઇ સોલંકી ચાર ભાઇ બે બહેનમા વચેટ હતા . અને તેમને સંતાનમા બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
