ભાવનગર જિલ્લાના તળાજા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના રોડ હોય કે નેશનલ હાઇવે.બાઇક સવારો મોટા વાહન સાથે અકસ્માત થતા લગભગ દરોજ એકાદ વ્યક્તિ અકાળે મોતને શરણે થાયછે.તેની સાથે પરિવાર નો માળો પિંખાય જાયછે.ખંઢેરા ગામે પાન-માવાની દુકાન ચલાવતા આધેડ આજે તળાજા નર્સિંગકરી રહેલ દીકરી ને બાઇકપર ઘરે લઈ જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા દીકરી ની નઝર સામેજ પિતા એ અંતિમ શ્વાસગણી લીધાહતા.
ખંઢેરા ગામના રહીશ ભરતભાઈ ભુપતભાઇ સોલંકી ઉ.વ.50 રાત્રીના 8 વાગ્યા ના અરસામાં તળાજા મા નર્સિંગ કરી રહેલ દીકરીને બાઈકપર બેસાડી ઘરે જઈ રહ્યાહતા.દકાના નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા જીવલેણ ઇજા થઈ હતી.108 દ્વારા તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજપરના તબીબે મૃત્યુ પામેલ જાહેર કરેલહતા.દીકરી નું હૈયાફાટ રુદન અહીં પાષણ હદયના માનવીને પણ પીગળાવી દે તેવું હતું
બનાવના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ ચાવડાના નજીકના સંબંધી હોય તેના સહિત બગુભાઈ, મુકેશભાઈ બારૈયા, નારણભાઈ બાંભનીયા સહિતના સેવાર્થે દોડી આવ્યા હતા.
