શહેરના રેલનગરમાં રહેતા પ્રૌઢે દિકરીના લગ્નના 8 દિવસ બાદ જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રાજ રેસીડેન્સી બ્લોક નં.બી/15માં રહેતા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.54) નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ. આ અંગે પ્રનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક રાજેન્દ્રસિંહને સંતાનમાં એક પુત્ર અને બુ પુત્રી છે. આઠ દિવસ પહેલા જ પુત્રીના લગ્ન કરી સાસરીયે વળાવ્યા બાદ આ પગલું ભરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.