ખેડૂતોને ખરાઇ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવાની છૂટ

ટેલિકોમ કંપનીઓને 1000 લીટર સુધી ડીઝલ આપી શકાશે રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અટકાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે નિયામક, અન્ન અને…

ટેલિકોમ કંપનીઓને 1000 લીટર સુધી ડીઝલ આપી શકાશે

રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અટકાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા અગાઉ તા. 23-03-2026ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં મહત્વના સુધારા કરતો નવો પરિપત્ર તા. 24-03-2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નવા સુધારા મુજબ કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ સેવાઓની જરૂૂરિયાતોને ધ્યાને રાખીને ઇંધણ મેળવવાની મર્યાદાઓમાં રાહત આપવામાં આવી છે.

કૃષિ ક્ષેત્રે ખેતીકામ, ટ્રેક્ટર અને પંપસેટની જરૂૂરિયાતને પ્રાધાન્ય આપતા નિયામક કચેરીએ ખેડૂતોને ખુલ્લા પાત્ર અથવા બેરલમાં ઇંધણ મેળવવાની મંજૂરી આપી છે. જોકે, સંગ્રહખોરી ન થાય તે માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે કે કોઈ પણ એક ખેડૂત વધુમાં વધુ 200 (બસો) લિટર સુધીનો જથ્થો જ મેળવી શકશે. આ સુવિધાનો દુરુપયોગ ન થાય તે માટે પેટ્રોલ પંપ ડીલરોએ સંબંધિત વ્યક્તિ ખેડૂત હોવા અંગેની ચકાસણી અને ખરાઈ કરવાની રહેશે.

રાજ્યમાં સંચાર વ્યવસ્થા જળવાઈ રહે અને મોબાઈલ કે ઇન્ટરનેટ સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત અપાઈ છે. મોબાઈલ ટાવરના જનરેટર સેટ માટે અધિકૃત ટેલિકોમ કંપનીઓ જરૂૂરિયાત મુજબ વધુમાં વધુ 1000 (એક હજાર) લિટર સુધીનો ડીઝલનો જથ્થો બેરલમાં મેળવી શકશે. આ માટે કંપનીના અધિકૃત પ્રતિનિધિએ ફરજિયાતપણે પર્ચેઝ ઓર્ડર (ઙીભિવફતય ઘમિયિ) રજૂ કરવાનો રહેશે.
ખાનગી વાહનચાલકો માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય વાહનચાલકોને માત્ર તેમના વાહનની ટાંકીમાં જ ઇંધણ ભરી આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં વાહનની ટેંક સિવાય અન્ય કોઈ પાત્ર કે ડબ્બામાં ઇંધણ આપવા પર કડક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *