મોરબીમાં પરિપત્ર સુધી ખેડૂત આંદોલન યથાવત

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વીજપોલ અને કોરિડોરના વળતરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર…

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વીજપોલ અને કોરિડોરના વળતરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી. બીજી તરફ સરકારની જાહેરાત બાદ પણ જેતપર ખેડૂત આંદોલન યથાવત રહેશે. સરકારની જાહેરાત બાબતે હાલમાં પ્રતિક્રિયા આપવાનો આંદોલનકારીઓ તથા તેની સમિતિએ ઇનકાર કર્યો છે.

મોરબી જેતપર ગામે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનકારીઓ દ્વારા પોતાની 6 માંગણીઓ સરકારને લેખિતમાં 11 દિવસ પહેલા મોકલાવી દેવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી માંગણીઓ બાબતે સરકાર શું કરવા માંગે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને આજે પત્રકાર પરિષદ કરીને જે નવી વળતર માટેની નીતિ જાહેર કરવામાં આવી છે તે બાબતે પણ કોઈ પણ પ્રકારની ચર્ચા આંદોલનકારીઓ કે તેઓની સમિતિ સાથે કરવામાં આવી નથી.

જે જાહેરાતો કરવામાં આવી છે તે અંગેની પૂરતી માહિતી પણ મોરબીના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતો કે તેઓની સમિતિ પાસે નથી જેથી તેમના દ્વારા સરકાર તરફથી વળતર બાબતની જે જાહેરાત કરવામાં આવી છે તેનો લેટર કે પરિપત્ર તેઓને ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના પાડવામાં આવી છે. જોકે, ખેડૂતોએ જે પ્રકારની માંગણી સરકાર પાસે કરી હતી તે મુજબનું જો વળતર આપવાની સરકારે જાહેરાત કરી નહીં હોય તો કદાચ આંદોલન આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.

મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વધુ વેગ પકડી રહ્યું છે. વરસાદી માહોલને કારણે ગઈકાલે એક દિવસ માટે રામવાડી ખાતે ફેરવવામાં આવેલી આંદોલનની છાવણી ફરી પોતાની મૂળ જગ્યાએ પરત ફરી છે. ચોમાસાની ઋતુ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોટરપ્રૂફ ડોમ તૈયાર થઈ જતાં આજથી ફરી આંદોલનની છાવણી મૂળ જગ્યાએ જ શરૂૂ ક2ી દેવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે.

આંદોલન સમિતિના સભ્યો પાસેથી મળતી વિગતો મુજબ, અત્યાર સુધી ભાઈઓ સાથે ઉપવાસ પર બેઠેલી બહેનોએ હવે ઉપવાસ આંદોલન છોડી દીધું છે. જો કે, આંદોલનને તેમનું નૈતિક સમર્થન સંપૂર્ણપણે યથાવત છે. હાલના તબક્કે 9 ભાઈઓ જ મક્કમતાપૂર્વક ઉપવાસ આંદોલન પર બેઠા છે અને પોતાની માંગણીઓ પર અડગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *