છ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું

ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પૂરતો વરસાદ ન પડતાં અને પિયતના પાણીનીઅછત સર્જાતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા…

ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
પૂરતો વરસાદ ન પડતાં અને પિયતના પાણીનીઅછત સર્જાતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા પાક સુકાવા લાગ્યા છે. ખાસ કરીને મગફળીના પાક પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. વરસાદના અભાવે મગફળીનો પાક પીળો પડી જતાં ખેડૂતોને તૈયાર પાકમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત અરજણભાઈ નારણભાઈ જાખોત્રાએ ચાલુ સિઝનમાં સોખડા ગામની પોતાની માલિકીની અંદાજે 6 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું.

શરૂૂઆતમાં સારો પાક થવાની આશા રાખી ખેડૂતે બિયારણ, ખાતર, દવા તેમજ મજૂરી પાછળ નોંધપાત્ર ખર્ચ કર્યો હતો. પરંતુ વાવેતર બાદ જરૂૂરી સમયે વરસાદ ન થતાં મગફળીના છોડ ધીમે ધીમે પીળા પડવા લાગ્યા હતા. વરસાદની લાંબી ખેંચ અને પિયત માટે પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાના કારણે મગફળીનો પાક બળી જવા લાગ્યો હતો.

પાક બચાવવાના પ્રયાસો છતાં સ્થિતિમાં સુધારો ન થતાં આખરે ખેડૂતને ભારે હૈયે પોતાના 6 વીઘાના ઉભા મગફળીના પાકમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવી દેવાની ફરજ પડી હતી. વર્ષભરની મહેનત અને કરેલા ખર્ચ બાદ આંખો સામે ઉભો પાક નાશ પામતા ખેડૂત પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.

ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.કે પાક નુકસાનીનો સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સરકારી સહાય નહીં મળે તો પાક નિષ્ફળ જવાથી સર્જાયેલા આર્થિક સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે. ખેડૂતો ઉપરાંત પશુપાલકોને પણ પાણી અને ઘાસચારાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ખેડૂતો અને પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે સાથે દુષ્કાળ જાહેર કરવા માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *