લતીપર ગામે ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોત

જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, અને ગઈકાલે એક ખેડૂતને પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ…

જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, અને ગઈકાલે એક ખેડૂતને પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિપુલકર ભીખુગર ગોસાઈ નામના 55 વર્ષના ખેડૂત કે જે ગઈકાલે પોતાના ખેતરમાં શાક બકાલાનું વાવેતર કરેલું છે, જેમાં પાણી વાળતા હતા, જે દરમિયાન તેઓને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં બેભાન બની ગયા હતા. જેઓને સારવાર માટે ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર વિવેકગીરી વિપુલગર ગોસાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી. ગોગરા ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *