જામનગર તાલુકાના ખેડૂત યુવાન પર જૂની અદાવત નું મનદુ:ખ રાખીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગર નજીક ખીલોસ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યશપાલસિંહ ઉર્ફે નિલેશસિંહ જાડેજા નામના 45 વર્ષ ના ખેડૂત યુવાન પર જૂની અદાવત નું મનદુ:ખ રાખી ને અરવિંદસિંહ મેરુભા જાડેજા, કૈલાશભાઈ બાબુભાઈ તેમજ લાલા મહારાજ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તથા આરોપી અરવિંદસિંહને બાળકો અંગેની તકરારમાં સાત મહિના પહેલાં બોલાચાલી થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને ત્રણેય આરોપીઓ ઇકો કારમાં આવ્યા હતા, અને આ હુમલો કરીને ફરીથી કારમાં ભાગી છૂટ્યા હતા. જે ત્રણેય આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
