વિદેશી દારૂની 87 બોટલ સાથે એકની ધરપકડ

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે વિદેશી દારૂૂ અંગેના દરોડા પાડી નાનીમોટી કુલ મળી 87 બોટલો કબ્જે કરી હતી અને દરોડા દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો…


જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે વિદેશી દારૂૂ અંગેના દરોડા પાડી નાનીમોટી કુલ મળી 87 બોટલો કબ્જે કરી હતી અને દરોડા દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો હતો અને કુલ મળી રૂૂપિયા રર હજારનો મુદામાલ જપ્ત કરી નાશી છૂટેલા શખ્સો સામે પણ પ્રોહિ. એકટક હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતીપ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરી , સિધ્ધાર્થ કોલોની ખાતે રહેતાં દિવ્યેશ ગિરધરભાઈ રાઠોડ નામના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને સિટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો. દરમ્યાન અહીંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂૂના 48 નંગ ચપટા મળી આવતાં રૂૂપિયા 4800નો મુદામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી.


બીજા દરોડામાં જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતાં વિશાલ ઉર્ફે બોકસર નામના શખ્સના કબ્જા ભોગવટાના મકાને સિટી એ પોલીસે દરોડો પાડયો હતો અને અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની નવ નંગ બોટલ મળી આવતાં રૂૂપિયા 4પ00નો મુદામાલ કબ્જે લઈ દરોડા દરમ્યાન નાશી છૂટેલા આ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જ્યારે ત્રીજા દરોડામાં જોડિયા તાલુકાના રસનાળ ગામે પંચાયત તળના કૂવાની દીવાલ પાસેથી સ્થાનિક પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂૂની 30 બોટલ મળી આવતાં રૂૂપિયા 1પ,000ની કિંમતનો મુદામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *