સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ યોજાયો

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા ગીર સોમનાથ જિલ્લા નાગરિકો અને પોલીસ તંત્ર વિદાય સમારંભ સોમનાથ બાય બાય ખાતે એક…

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા ગીર સોમનાથ જિલ્લા નાગરિકો અને પોલીસ તંત્ર વિદાય સમારંભ સોમનાથ બાય બાય ખાતે એક હોટલમાં યોજાયો હતો.
તેઓની સેવાઓ અને ફરજ નિષ્ઠા તથા શિસ્ત તેમજ કાયદો વ્યવસ્થા અને શાંતિ જિલ્લામાં જળવાઈ રહે તેઓએ અસરકારક બજાવેલી કામગીરીની નોંધ લઇ તેઓને ભવ્ય વિદાયમાન આપ્યું યોજાયેલા વિદાય સમારંભમાં નાયબ પોલીસ અધિક્ષક વી આર ખેગાર, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ તથા સ્ટાફ, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા તથા સ્ટાફ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી તથા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ કર્મચારીઓ સર્વે ફુલહાર ગુલદસ્તા અને સ્મૃતિચીન તથા સાલ ઓઢાડી વિદાય સન્માન કર્યું આ વિદાય સમારંભમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ ,રાઠોડ તાલાળા ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ, કોડીનાર પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પલવીબેન જાની ,ભાજપ જીલ્લા ભાજપ પ્રમુખ ડો સંજયભાઈ પરમાર, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,દિલીપભાઈ બારડ , વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ના લખમણભાઇ ભેસલા ,જગદીશભાઈ ,વેરાવળ સંમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ, ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ તેમજ દરેક સમાજના આગેવાનો પ્રમુખો અને સભ્યો કર્મચારીઓ વેપારીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મનોરસિંહ જાડેજાએ પોતાને અપાર પ્રેમ અને તેઓના કાર્યકાળ દરમિયાન સહકાર આપવા બદલ સૌનો આભાર માન્યો હતો.

વિદાય સમયે પોલીસ વડા મનોહર સિંહ જાડેજા એ જણાવ્યું કે મને સાડા ત્રણ વર્ષ મા એસ પી તરીકે સેવા આપવાનો અવસર મારા જીવનમાં અમુલ્ય અધ્યાય રહ્યો છે અને આપ સૌવ સાથે કામ કરવા નો મોકો મળ્યો તે મારા માટે ગૌરવ ની સાથે હૃદયસ્પર્શી અનુભવ રહ્યો દરેક પરીસ્થીતી મા આપ સૌવે દર્શાવેલો સહકાર શિસ્ત અને નિષ્ઠા અવિસ્મરણીય છે કાયદો અને વ્યવસ્થા જાળવવા ની હોય લોકો ની સુરક્ષા સુનિશ્ચિત કરવાની હોય કે પછી અચાનક પડકારો સામે ઉભા રહેવામા ગીર સોમનાથ પોલીસ ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *