હિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયો

  છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ આકરા તાપમાં ધગધગી રહ્યું છે અને આગામી ચાર દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં દૈનિક અસંખ્ય અરજદારો આવતા…

 

છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ આકરા તાપમાં ધગધગી રહ્યું છે અને આગામી ચાર દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં દૈનિક અસંખ્ય અરજદારો આવતા હોવાથી અને કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કલેકટર હસ્તકની મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર કરી સવારે 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ અંગે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું છે કે હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્મચારીઓ અને લોકોને ગરમીથી રાહત મળે અને તેઓને યોગ્ય વ્યવસ્થા મળે કામકાજમાં અનુકુળતા રહે તે હેતુથી મામલતદાર કચેરીઓમાં જનસેવા કેન્દ્રના સમયમાં કામચલાઉ ફેરફાર કરવાની સુચના આપવામાં આવી છે.

મામલતદાર કચેરી જન સેવા કેન્દ્રનો સમયમાં ફેરફાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આગામી એક સપ્તાહ સુધી રાજકોટ જિલ્લાના જન સેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી કાર્યરત થશે. સામાન્ય રીતે આ કેન્દ્ર નિયત સમયે ખુલતું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલા શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી એક સપ્તાહ બાદ પણ હિટ વેવની આગાહી હશે તો. ત્યારબાદ જન સેવા કેન્દ્રના સમય અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *