કૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યું

  બીજા દિવસે સવારે બનેવીએ તરૂણીને પાણી છાંટી જગાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી કોલેજની રજા હોવાથી પોતાના ઘરે ગયા બાદ એસીડ પી આપઘાતનો…

 

બીજા દિવસે સવારે બનેવીએ તરૂણીને પાણી છાંટી જગાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી

કોલેજની રજા હોવાથી પોતાના ઘરે ગયા બાદ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં પિતાએ ફરિયાદ નોંધાવી

 

મૂળ દેવભૂમિ દ્વારકા પંથકની હાલ જામનગરમાં કોલેજમાં રહી અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી સગીરાને તેના કૌટુંબિક બનેવીએ રાજકોટ મળવા બોલાવી બાદમાં હોટેલમાં લઈ જઈ ત્યાં કોલ્ડ્રીકસમાં કેફી પ્રવાહી પીવડાવ્યું હોવાથી તેણીને નિંદર આવી ગયેલ હોવાથી બીજા દિવસે સવારે શખસે તેણી પર પાણી છાંટી ઉઠાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી.અને તેણીને કોલેજમાં રજા હોવાથી તે પોતાના ઘરે ગયા બાદ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી સારવાર અર્થે ખસેડાય હતી.જયાં બનાવ અંગે પિતાએ પૂછતા તેણીએ લખીને જાણ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
આ અંગે 17 વર્ષીય સગીરાના પિતાએ પોલીસમાં વિક્રમ સોમાભાઈ ભાટિયા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.29/12/25ના તેણીને કોલેજમાં રજા હોવાથી તેને ઘરે આવવું છે મને તેડવા આવો તેવું તેણીએ પિતાને કહ્યું હોય જેથી તેના પિતા જામનગરથી તેડીને ઘરે આવ્યા હતા.

બીજા દિવસે હું વાડીએ હતો ત્યારે પત્નીનો ફોન આવેલ અને તેણીએ એસિડ પી લીધું હોવાની જાણ કરેલ હોવાથી તાકિદે ઘરે જઈ તેણીને પ્રથમ સારવાર અર્થે ભાણવડ બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડી હતી. શા માટે એસિડ પી લીધું હોવાનું પુત્રીને પૂછતા તેણીએ કાગળમાં લખીને જણાવ્યું હતું કે,બે માસ પૂર્વે ભાઈની સગાઈમાં ભેગા થયેલ ત્યારે કૌટુંબિક બેનની જેની સાથે સગાઈ થયેલ તે બનેવી વિક્રમ પણ ત્યાં હાજર હતો.અને પ્રસંગ પૂર્ણ થતા જ તેણે મને ફોન અને મેસેજમાં વાત કરતો હતો. ગત.તા.25ના તેણી હોસ્ટેલમાં હતી ત્યારે શખસે ફોન કરી કહ્યું કે તું રાજકોટ મને મળવા આવ જો નહીં આવે તો હું તારી બહેનને હેરાન કરીશ જેથી તેણી રાજકોટ ગયેલ બાદ બન્ને હોટેલમાં ગયેલ ત્યારે શખસે તેણીને કોલ્ડ્રીકસમાં કોઈ પ્રવાહી ભેળવી પીવડાવ્યું હતું.

જેથી તેણીને માથુ દુખતું હોવાથી નિંદર આવી ગયેલ અને બીજા દિવસે શખસે તેણી પર પાણી છાંટી જગાડયા બાદ ફરિ જામનગરની બસમાં બેસાડી જતા જતા કહ્યું કે તું મને મળવા આવતી રહેજે અને કોઈને જાણ કરતી નહીં બાકી તારી બહેનને હેરાન કરીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *