ધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત

  મૃતકના પરિવારમાં શોક, પોલીસ સ્ટેશન પાસે અચાનક ઢળી પડ્યા ગઈકાલે ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું…

 

મૃતકના પરિવારમાં શોક, પોલીસ સ્ટેશન પાસે અચાનક ઢળી પડ્યા

ગઈકાલે ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું હૃદયરોગના હુમલાથી મોત થતાં ગમગીની છવાઈ હતી. ધોરડોમાં રાબેતા મુજબ રણોત્સવ દરમ્યાન વિવિધ પોલીસ જવાનો ઉપરાંત દર વર્ષે ભચાઉથી એક એસઆરપીની ટુકડી બંદોબસ્ત અર્થે આવે છે.

આ ટુકડીના ડ્રાઈવરનાં સ્થાને અન્ય ડ્રાઈવર એવા મહોબતસિંહ સોઢા (રહે. પોલીસ લાઈન, એસઆરપી, ભચાઉ) આવ્યા હતા અને ગઈકાલે સાંજે ધોરડો પોલીસ સ્સ્ટેશન ગ્રાઉન્ડના સ્ટેજ ઉપર હતા ત્યારે બેભાન થઈ જતાં 108 મારફત પ્રથમ ભીરંડિયારા, ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તપાસકર્તા બી-ડિવિઝન પોલીસના પીએસઆઈ કે. એચ. આહીરનો સંપર્ક કરતાં પ્રાથમિક તપાસમાં તબીબે હૃદયરોગના હુમલાથી મોત થયાનું કારણ દર્શાવ્યું છે. મૃતકના પરિવારમાં તેના અન્ય ભાઈઓના પણ મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયાની વિગતો સંબંધિતો પાસેથી મળી છે. હજુ ગઈકાલે અન્ય ચાલકના સ્થાને તેઓ અહીં આવ્યા હતા અને કરુણ બનાવ બનતાં સંબંધિતોમાં ગમગીની છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *