જામનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતો પરિવાર ઝડપાયો

જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.…

જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. રહેણાંક વિસ્તારમાં જ દેશી દારૂૂનો અડ્ડો ચલાવી વેચાણ કરવાની સાથે ત્યાં જ દારૂૂ પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોવાના દૃશ્યો સામે આવતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊઠ્યા હતા. આ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દેશી દારૂૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સહિત ત્રણ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે.

ગોકુલનગરના પાણખાણ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દેશી દારૂૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં લોકો મકાનમાંથી દેશી દારૂૂ ખરીદતા તેમજ ત્યાંથી દારૂૂ લઈને જતા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. રહેણાંક વિસ્તારની વચ્ચે જ દારૂૂનો અડ્ડો ધમધમતો હોવાના આક્ષેપો સાથે વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.અને દેશી દારૂૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સમજુબેન સિહોરાની ધરપકડ કરી હતી.

બીજી તરફ, આ જ મામલે સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહિલા બુટલેગરના પુત્ર મનોજ ઉર્ફે મુનો બાબુ સિહોરા અને તેની પત્ની કાજલની ત્રણ ગુનાઓના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ કાર્યવાહીથી દારૂૂના ગેરકાયદે ધંધા સામે ફરી સવાલો ઊભા થયા છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં આવા અડ્ડાઓને ડામવા પોલીસ તંત્ર દ્વારા કેટલી અસરકારક કામગીરી કરવામાં આવે છે તેવો પ્રશ્ન પણ આ ઘટનાએ ચર્ચામાં લાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *