ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાત

રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત…

રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત ડાભી કે જેની ઉંમર 21 અને તેના જ પરિવારમાં આવતો જીગ્નેશ મકવાણાએ હરમીતને તિક્ષણ હથિયાર વડે ગળામાં ધા મારીને મારીને હત્યા નીપજાવેલ હોવાનું અને પોતે પણ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ત્યારબાદ ત્યાંથી નાસી છૂટેલ હતા. આ મૃતક યુવતી જેનું નામ હરમીત ડાભી છે તેનો મૃતદેહ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો અને આ હત્યાની ધોરાજી પોલીસ તપાસ ચલાવી જ રહી હતી ત્યાં જે યુવક જીગ્નેશ પરમાર છે તેને ખેતરમાં યુવતીની હત્યા કરેલ હતી તેનાથી ત્રણ-ચાર ખેતર બાદ ભિયાળ જવાના રસ્તે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલ હોય તેવું પ્રાથમિક તપાસ જાણવા મળેલ અને પોલીસ ઘટના સ્થળે જઈ મૃતક જીગ્નેશનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો.


આ બાબતે ધોરાજી પોલીસ વધુ તપાસ કરી રહી છે ત્યારે આ જીગ્નેશ પરમાર જે હરમીતનો સગામાં હોય તેવું જાણવા મળેલ છે જેમાં આ જીગ્નેશ દ્વારા ક્યાં કારણોસર હર્મિતાની હત્યા કરી છે શું કામ કરવામાં આવી છે તેની તપાસ હાલ ધોરાજી પોલીસ કરી રહી છે.


આ બનાવવાની માહિતીઓ એવી સામે આવી છે કે, આ મૃતક યુવતીના લગ્ન દેવળકી ગામના વિપુલ ચંદુભાઇ સતરોટીયા સાથે નક્કી થયેલ હતા અને ત્યારે મૃતક યુવતી હર્મીતા સાથે આપઘાત કરનાર યુવક જીગ્નેશને લગ્ન કરવા કરવા હતા જેથી તેને આ લગ્ન બાબતે સારૂૂ નહી લાગતા આ જીગ્નેશે હર્મીતાના ગળાના ભાગે ધારદાર હથીયાર વડે ઇજા કરી હરમીતને મોતને ઘાટ ઉતારી સ્થળ પરથી નાશી જઇ પોતે પોતાની મેળે ઝેરી દવા પી આપધાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. તેમજ આ ઘટનામા યુવક અને યુવતી મામા-ફઇના થતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *