શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ અને જેઠ ઝેરી દવા પીવડાવી દેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પેડક રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે રહેતી શેરબાનુ પંકજભાઈ બાવરિયા ગામની 27 વર્ષની પરણીતા ત્રણ દિવસ પૂર્વે સવારના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવમાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં શેરબાનુબેનના પતિનું અવસાન થતાં છેલ્લા ચાર મહિનાથી તે મૈત્રીકરારથી રહેતી હતી શેરબાનુબેનની મોટી બહેન ઝરીનાબેને શેરબાનુ બેનને તેની સાસુ શાંતુબેન અને જેઠ યોગેશભાઈએ ઝેરી દવા પીવડાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ડોક્ટરે પોલીસ ચોપડે એમએસી નોંધ કરાવી હતી. આક્ષેપના પગલે બીડીવીઝન પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.
