સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપનો બનાવ, પોલીસમાં ગુનો નોંધાયો
નાનામવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધના પૈસાની ઉઘરાણીમાં બે ભાઈઓને એક શખ્સે મારમાર્યો હતો.આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,વાંકાનેરના વનેગઢમાં રહેતા અને દૂધની ડેરી ચલાવતા રવિભાઈ બીજલભાઇ ડોંડા(ઉ.29) એ વિશાલ ઉર્ફે ટકો રબારી સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કારેણાં તપાસ ચલાવી રહ્યા છે.રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું દૂધનો વેપાર કરું છું અને મારો નાનો ભાઈ વિજય અમારા વાહનમાં અમારા ગામથી રાજકોટ ખાતે અલગ અલગ વાહન લઇ અને દૂધની ડીલેવરી કરવા નીકળીએ છીએ ગઈ તા.09/06ના રોજ મને મારા ભાઈ વિજયએ વાત કરેલ કે લક્ષ્મણ ટાઉનશીપના ગ્રાહક લાલાભાઇ પાસેથી હિસાબના પૈસા માંગતા તેની સાથે આ ટાઉનશીપમાં રહેતો વિશાલ ઉર્ફે ટકો હાજર હોય જેને મને વાત કરેલ કે તું લાલા પાસેથી પૈસા માંગતો નહીં હુ ઈ વિંગમાં રહું છું અને ત્યાં આવીને પૈસા લઈ જજે આમ વાત કરી ધમકી આપતો હતો.
બાદમાં તા.10/06ના રોજ હું તથા મારો ભાઈ વિજય એમ બંને લક્ષ્મણ ટાઉનશીપના ઇ વિંગમાં જતા પગથીયા પાસે આવતા આ વિશાલ અમોને મળેલ અને અમને કહેલ કે તમે લાલા પાસે પૈસાની ઉઘરાણી કરો છો તમારે હવે આ ટાઉનશિપમાં દૂધ દેવા આવવું નહીં આમ કહી અમને ગાળો દેતા મેં તેઓને ગાળો દેવાની ના પાડતા આ વિશાલ ઉશ્કેરાય જઈ અને વિજય સાથે ઝપાઝપી કરવા લાગતા અને હું વિજયને છોડાવવા વચ્ચે પડતા મને તથા વિજયને ઢીકા-પાટા મારવા લાગેલ અને વિશાલ એ છરી કાઢી અને વિજયને ડાબા પડખામાં પાછળના ભાગે એક ઘા મારી દેતા વિજયને લોહી નીકળવા લાગતા મેં વિજયને પકડી લીધેલ અને વધુ મારથી બચાવેલ અને આ બનાવ બનતા અને દેકારો થતા માણસો ભેગા થતા વિશાલ ઉર્ફે ટકા એ જતા જતા અમે બંને ભાઈઓને કહેતો ગયેલ કે હવે બંનેમાંથી એકે અહીંયા દેખાતા નહીં નહિતર પાડી દઈશ.આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ થઈ હતી.
