રાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

રેંકડીથી માંડી રેસ્ટોરન્ટ સુધી નકલી પનીર ધાબડાતું હોવાનો ઘટસ્ફોટ, 800 કિલો પનીર સાથે સંચાલકની ધરપકડ, SOGનો દરોડો દૂધ વગર કેમિકલથી પનીર બનાવવાનું કારસ્તાન રાજકોટ શહેરમાં…

રેંકડીથી માંડી રેસ્ટોરન્ટ સુધી નકલી પનીર ધાબડાતું હોવાનો ઘટસ્ફોટ, 800 કિલો પનીર સાથે સંચાલકની ધરપકડ, SOGનો દરોડો

દૂધ વગર કેમિકલથી પનીર બનાવવાનું કારસ્તાન

રાજકોટ શહેરમાં રેસ્ટોરન્ટથી લઈ રેકડીમાં વેચાતા પનિર ખાનારા લોકો માટે ચેતવણીરૂપ કેસ સામે આવ્યો છે. રાજકોટમાં એસઓજીએ સિતલ પાર્ક નજીક ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં દરોડો પાડી નકલી પનીર બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. શિતલ પાર્ક પાસે શાસ્ત્રીનગર 6 માં આવેલ ગુજરાતફૂડ માંથી આશરે 800 કિલો જેટલું નકલી પનીર મળી આવ્યું હતું. જે કેમીકલ દ્વારા બનાવવામાં આવતુ ંહતું અને આવુ પનિર ખાવાથી લોકો માંદગીના બિછાને પહોંચી જાય તેવું પનીર રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધી સપ્લાય કરવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યુંછે. આ દરોડામાં એસઓજીએ ફેક્ટરીના માલીક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

રાજકોટના શિતલપાર્ક ચોક પાસે શાસ્ત્રીનગર 6 માં ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં નકલી પનીર બનાવી વહેંચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી છેતરપીંડી કરતા હોવાની માહિતી એસઓજીને મળતા પીઆઈ એસએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.વી. હરિયાણી અનેતેમની ટીમે દરોડો પાડ્યો હતો. ફેક્ટરીમાં અલગ અલગ વિભાગમાં આશરે 30 જેટલા મજુરો કામ કરતા હતા અને અલગ અલગ યુનિટમાં નકલી પનિર બનાવવાનું રેકેટ ચાલતુ હતું. એસઓજીએ રંગેહાથ આ નકલી પનિરના રેકેટને પકડી પાડીતેનો પર્દાફાશકર્યો હતો. કારખાનાના માલીક હાર્દિક ઘનશ્યામભાઈ કારિયા વિરુદ્ધ એસઓજીએ ગુનો નોંધ્યો હતો.

ફેક્ટરીમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, નલકી પનિર બનાવવા માટે અલગ અલગ એસીડ તેમજ ફ્લેક્સ તથા પામોલીન તેલ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી દુધ વગરનું નકલી પનિર બનાવવામાં આવતું હતું ફેક્ટરીમાથી કનેક્શન કે બીલ વગરના 21 ગેસના બાટલા પણ કબ્જે કરવામાં આવ્યા હતાં. સ્થળ ઉપરથી પોલીસે આશરે બે લાખથી વધુનું પનિર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ નકલી પનિરની ફેક્ટરીના માલીકની પુછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. દરરોજ 500 કિલોથી વધુનું નકલી પનિર બનાવવામાં આવતુ હતું. અને આ નકલી પનીર રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધી સપ્લાય કરવામાં આવતું હતું. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં નામાંકિત હોટલો તથા રેસ્ટોરન્ટ અને રેકડીમાં આ નકલી પનિર ધાબડી દેવાતું હતું અને આવુ બિમાર પાડેતેવું પનિર લોકો આરોગતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા તથા પીએસઆઈ એનવી હરિયાણી અને તેમની ટીમે દરોડો પાડી આ નકલી પનિરના રેકેટની પર્દાફાશ કર્યો હતો.

નકલી પનીર બનાવવા માટે કેન્સર થાય તેવા કેમિકલનો ઉપયોગ

એસઓજીની ટીમે શિતલ પાર્ક પાસે ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં દરોડો પાડીને 800 કિલો જેટલુ નકલી પનિર પકડી પાડ્યુ હતું આ અંગે એફએસએલ અને ફૂડ વિભાગની પણ દદ લેવામાં આવીહતી. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ નકલી પનિર બનાવવા માટે જે કેમીકલનો ઉપયોગ થતો હોય દૂધ વગર બનતા આ પનિરમાં જેકેમીકલનો ઉપયોગ કરવામાં આવતો હોય તે ખાવાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે તેમજ ખાસ કરીને પેટને લગતા અલસર જેવા રોગોનો ભોગ પણ લોકો બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *