ગોંડલમાં પત્ની-પુત્ર પર તાંત્રિક વિધિ અજમાવી ઢોસાનો ધંધાર્થી અપહરણ કરી ગયાની ફરિયાદ

ગોંડલ નાં વિપ્ર યુવાને પોતાની પત્નિ તથા પુત્ર ને મેલીવિધ્યા અજમાવી ડરાવી ધમકાવી ઉપાડી ગયાની રજુઆત ડીવાયએસપી ને કરીછે. ગોંડલ નાં ભોજરાજપરા માં રહેતા અને…


ગોંડલ નાં વિપ્ર યુવાને પોતાની પત્નિ તથા પુત્ર ને મેલીવિધ્યા અજમાવી ડરાવી ધમકાવી ઉપાડી ગયાની રજુઆત ડીવાયએસપી ને કરીછે.


ગોંડલ નાં ભોજરાજપરા માં રહેતા અને બેંકમાં નોકરી કરતા વિપ્ર રાજેન્દ્રભાઇ પ્રવિણભાઈ વ્યાસે ગોંડલ ડીવાયએસપી ને લેખીત રજુઆત કરી જણાવ્યુ કે મહાકાળીનગર માં રહેતા અને કોલેજચોક માં ઢોસાની લારી ચલાવતા રવિ હસમુખભાઈ ધોળકીયા તેના ભાઈ ધર્મેશ તથા સંજય અને ધર્મેશ ની પત્નિ કાજલ તથા શાપર પોલીસ સ્ટેશન માં જીઆરડી તરીકે ફરજ બજાવતા રીનાબેન રાવલ તથા તેના મળતીયાઓ ગત તા.23/ 9/24 નાં મારી પત્નિ હર્ષા જે ઘરે એકલી હતી તેને તથા મારા પુત્ર ને સ્કુલેથી ડરાવી ધમકાવી મેલીવિધ્યા વશીકરણ કરી ભગાડી ગયા હતા.જે અંગે મેં બીથડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુમસુદા અંગે ફરિયાદ કરતા ફરજ પરનાં કર્મચારી રવિભાઈ એ ફરીયાદ નોંધી હતી.


દરમિયાન બનાવ નાં નવ દિવસ બાદ શાપર પોલીસ કર્મી રીનાબેન રાવલ, રવિ સહિત નાં મારી પત્નિ અને પુત્ર ને લઈ બીથડીવીઝન પોલીસ સ્ટેશન પંહોચ્યા હતા.


રાજેન્દ્રભાઇ વ્યાસે આક્ષેપ કરતા જણાવ્યુ કે તપાસનિશ રવિભાઈ ચાવડા દ્વારા મને પોલીસ સ્ટેશન બોલાવી મારી પત્નિ કે પુત્ર ને એકાંતમાં વાતચીત કરવા દેવાના બદલે મને ધમકાવી એક સમજુતી કરાર ની કોપી આપી મને કાઢી મુક્યો હતો.


મારી પત્નિ અને પુત્ર ને આ લોકોએ ડરાવી ધમકાવી વશીકરણ કરી આજસુધી બાનમાં રાખેલ છે.મારી પત્નિ ઘરેથી રુ.ચાલીસહજાર, સોનાનાં કઇડા તથા મોબાઇલ સાથે લઈ ગઈ છે.તે પણ પોલીસે અમોને પરત અપાવેલ નથી.


હાલ આ લોકો મારી પત્નિ પાસે દારુ જુગાર સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ કરાવી રહ્યાછે.તથા મારી પત્નિ પાસે દેહવ્યાપાર નો ધંધો કરાવી રહ્યાની મને દહેશત છે.મારી પત્નિ અને પુત્ર ની ત્યાં કોઈ સલામતિ નથી.મારી પત્નિ અને પુત્ર ને અન્યત્ર વંહેચી નાખે તેવી અમોને દહેશત છે.આ રવી ધોળકીયા તથા તેના પરીવાર દ્વારા અવાર નવાર સ્ત્રીઓ ને ફસાવી તેનો દુરઉપયોગ કરતા હોય તેવી શક્યતાઓ છે.તેથી તે અંગે પણ તપાસ થવી જરુરી છે.હાલ આ ગેંગ ની ચુંગાલમાંથી મારી પત્નિ તથા પુત્ર ને છોડાવી રવી સહિત ની ગેંગ સામે કાયદેસર ની કાર્યવાહી કરવા રાજેન્દ્રભાઇ વ્યાસે રજુઆત માં જણાવ્યું છે.તેમણે મુખ્યમંત્રી,ગૃહમંત્રી તથા જીલ્લા પોલીસવડા ને પણ લેખીત રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *