વેપારીને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રાજકોટથી ગોંડલ જઈ રૂપિયા પડાવ્યા, પાંચ લાખ મળ્યા બાદ વધુ બે લાખ પડાવવા જતા ઝડપાયો
ગોંડલનાં ગ્રાફિક નાં વેપારીને છેડતી અને બળાત્કારમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચ નાં એએસઆઇની ઓળખ આપી રાજકોટનાં શખ્સે ગોંડલ આવી રુ.પાંચ લાખ નો તોડ કર્યા બાદ વધુ બે લાખ ની માંગ કરી ગોંડલ આવતા વેપારીએ પોલીસ ને જાણ કરી હોય પોલીસે નકલી એએસઆઇ ને દબોચી લઇ કાર્યવાહી કરી હતી.ગોંડલ માં જડપાયેલા નકલી એએસઆઇ સામે તાજેતર માં રાજકોટ માં પણ ગેસ્ટહાઉસમાંથી બહાર નિકળતા કપલને ધમકાવી 31 હજાર નો તોડ કર્યા ની ફરિયાદ રાજકોટ એ ડીવીઝન પોલીસ માં થયેલી છે.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણખુણીયા પાસે બંશી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઇ કમલેશભાઈ કોટડીયા ઉ.28 ગત તા.21/12 નાં ઓફીસ નાં કામે રાજકોટ ગયા હતા.જ્યાં ગીરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવાનું હોય પેમેન્ટ લઈ લીમડા ચોકથી બસસ્ટેન્ડ જવા રીક્ષામાં બેઠેલ આ સમયે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ નાં એએસઆઇ તરીકે આપી કેયુરભાઇ પાસે આધારકાર્ડ માંગ્યુ હતુ.બાદ માં તુ શું કામ કરેછે તેવુ પુછતા કેયુરભાઇ એ ગોંડલ માં ગ્રાફિક નું કામ કરુછુ.તેવુ કહેતા પોલીસ ની ઓળખ આપનાર શખ્સે દુકાનનું કાર્ડ માંગતા તે આપ્યુ હતુ.બાદ માં આધારકાર્ડ પરત કરી હુ તપાસ માં ગોંડલ આવીશ તેવુ કહી જતો રહેલ.કેયુરભાઇ બપોરનાં રાજકોટ થી ગોંડલ પરત ફરી પોતાની ગ્રાફિક ની ઓફીસે હતા.ત્યારે રાજકોટ મળેલો શખ્સ ઓફિસ માં આવી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચ નાં અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી કેયુરભાઇ ને ધમકાવેલ કે તે રાજકોટ માં એક છોકરીની છેડતી કરી છે.
તારી ઉપર ફરિયાદ દાખલ થવાનીછે.આથી ગભરાયેલા કેયુરભાઇ એ મે કોઇની છેડતી કરી નથી.ત્યારે આ શખ્સે ફરી ધમકાવી કહેલ કે તારે છેડતીનાં ગુન્હામાં ફીટ થવુ છેકે વહીવટ કરી પતાવટ કરવીછે.એવુ કહી કેયુરભાઇ નો મોબાઇલ લઇ લીધો હતો.મોબાઇલ માં ગુગલ પે ચેક કરતા પંદર લાખ નું બેલેન્સ હોય આ શખ્સે હું સાહેબ સાથે વાત કરી લ઼ઉ તેમ કહી ઓફિસ બહાર ગયેલ હતો.થોડીવાર માં પરત થઇ કેયુરભાઇ ને કહેલકે છેડતીનો કેસ રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપવા પડશે.કેયુરભાઇ એ આજીજી કરેલ કે મારી પાસે આટલા પૈસા નથી.તો આ શખ્સે છેડતી અને બળાત્કાર ના ગુન્હામાં ફીટ કરી દઇશ તો દશ વર્ષ સુધી જેલમાંથી છુટીશ નહી તેવુ કહી ધમકી આપતા ગભરાઇ ગયેલા કેયુરભાઇ એ બેંક માંથી રુ.પાંચ લાખ ઉપાડી આ શખ્સ ને આપતા તે પૈસા લઇ ચાલ્યો ગયો હતો.
દરમિયાન તા.28 ના ફરી કેયુરભાઇ ને વોટસઅપ કોલ આવ્યો હતો.જેમા હુ તારી ઓફિસ પર આવ્યો હતો તે ક્રાઈમ બ્રાન્ચ નો એએસઆઇ મયુરસિંહ ઝાલા બોલુ છુ.સાહેબ પાંચ લાખ માં માનતા નથી.વધુ બે લાખ માંગેછે.જે તારે આપવા પડશે.હું ગોંડલ તારી ઓફીસે આવુછુ.એવુ કહી મયુરસિંહ થોડી કલાક માં કેયુરભાઇ ની ઓફિસે આવી વધુ પૈસા માટે ધમકાવી બળાત્કાર નાં કેસ માં ફીટ કરી દેવાની ધમકી આપતા કેયુરભાઇ એ પૈસાની વ્યવસ્થા કરવા દશ દિવસ નો સમય માંગતા મયુરસિંહ જતો રહેલ.બાદમાં કેયુરભાઇ એ તેના મિત્ર અંકીતભાઇ કોટડીયાને બનાવ અંગે જાણ કરતા તેમણે બીથડીવીઝન પોલીસ માં જાણ કરી હતી.
દરમિયાન આજે બપોરે મયુરસિંહ કેયુરભાઇ ની ઓફિસે આવતા ઓફિસ નીચેથી પોલીસે દબોચી લઇ આકરી પુછપરછ કરતા તે મયુરસિંહ ઝાલા નહી પણ મીહીર ભનુભાઇ કુંગશીયા રે.પોપટપરા રાજકોટ હોવાનુ જણાવ્યુ હતુ.અસલી પોલીસ ને જોઇને નકલી એએસઆઇ મીહીર ભાગવા જતા અને પડી જતા પગમાં ઇજા પંહોચી હતી.
પોલીસે નકલી પોલીસ મીહીર કુંગશીયા સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મીહીર કુંગશીયા એ થોડા સમય પહેલા રાજકોટ નાં બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટહાઉસ માંથી ઉતરી રહેલા યુવક યુવતીને પોલીસ નો રોફ જમાવી રુ.એકત્રીસહજાર નો તોડ કર્યા ની ફરિયાદ રાજકોટ એ ડીવીઝન માં થઈ છે.