દારૂના ધંધાનો ‘વિકાસ’ કરવા ચાંદીનો દલ્લો ચોર્યાનો ઘટસ્ફોટ

સ્થાનિક ટીપને આધારે 1 મહિના સુધી રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો, પકડાયેલ બે શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મગાયા, ફરાર આરોપીઓને પકડવા પોલીસની 8 ટીમો…

સ્થાનિક ટીપને આધારે 1 મહિના સુધી રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો, પકડાયેલ બે શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મગાયા, ફરાર આરોપીઓને પકડવા પોલીસની 8 ટીમો કામે લાગી

શહેરના ચંપકનગરમાંથી શક્તિ સિલ્વર માંથી થયેલી રૂૂ.1.62 કરોડની કિંમતની 140 કિલો ચાંદીના દાગીનાની ચોરીના મામલે ક્રાઈમ બ્રાંચે બનાવસકાંઠાના સુત્રધાર સહીત બે શખસોની ધરપકડ કરી તેની પાસેથી 30.540 કિ.ગ્રા. ચાંદી કબજે કરી હતી. જયારે અમદાવાદ પોલીસે બે શખસોની 80 કિલો ચાંદી સાથે પકડી લેતા બીડીવીઝન પોલીસે કબજો મેળવી તેની ધરપકડ કરી હતી. પકડાયેલ બન્ને શખ્સોના પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. ચાંદીની ચોરીમાં પકડાયેલો રતનસીંગ રાઠોડ અગાઉ બુટલગરનો ટ્રક ચલાવતો હતો તે સમયે ટ્રક ભરી માલ ઉતારવા આવતો હોય રાજુ ભોજક સાથે પરીચય થયો હતો.દારૂૂનો ધંધો વિકસાવવા માટે મોટી રકમની જરૂૂરીયાત હોય જથી રતનસિંહ ચોરી માટે તૈયાર થયો હતો. તેમજ તેને અગાઉ ગામ નજીક આવતા શૈલેન્દ્રસીંગ સાથે પરીચય હોય જેથી શૈલેન્દ્રસીંગને મુકેશએ ટીપ આપતા ચોરીનો પ્લાનિંગ કરી અંજામ આપ્યો હતો.

રૂૂ.1.62 કરોડની કિંમતની 140 કિલો ચાંદી ચોરીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી જેમા રાજકોટ પોલીસે 30 કિલો ચાંદી,બે કાર અને બે લાખની રોકડ સહીત 77.73 લાખની મતા કબજે કરી વધુ પુછતાછમાં રાજસ્થાની શખસે કડકાઈ દુર કરવા પ્લાન બનાવી ચોરીને અંજામ આપ્યાનુ બહાર આવતા પોલીસે વધુ પાંચ શખસોને પકડી લેવા મથામણ કરી હતી. રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-01 શેરી નં.1 માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ.વ.39)ની ત્યાં થયેલી ચોરીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણા માંથી 40 કિલો ચાંદી સાથે મુકેશ પ્રજાપતિ અને મંગુરામ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી 80 કિલો ચાંદી કબજે કરી હતી.

તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાંચે બનાસકાંઠાના દાંતીવાડા પાસેના ધનીયા વાડા ગામના રતનસીંગ ધુખજી રાઠોડ અને બોટાદના ઝરીયા ગામે રહેતો રાજુ ઉર્ફે રાજા કનુભાઈ ભોજકની ધરપકડ કરી તેની પાસેથી 30.540 કિ.ગ્રા ચાંદી,બે કાર બે લાખની રોકડ સહીત 77.73 લાખની મતા કબજે કરી વધુ નામો ખુલતા સુત્રધાર રાજસ્થાની શૈલેન્દ્ર સીંગ ઉર્ફે સેલસીંગ રાજપુત જગદીશ ભુપત ભાઈ ભોજક (રહે. જરીયા,તા. બોટાદ),મુકેશ પ્રજાપતિ (રહે. અમદાવાદ), યુપી નો છોટુ ભૈયા.રાજસ્થાની શ્રવણસીંગની શોધખોળ કરી છે. પુછપરછમાં રાજસ્થાનના શિહોરી જીલ્લાના ગુલાબગંજ ગામના શૈલેન્દ્ર સીંગ રાજપુતે રાજકોટમાં સામાકાઠા વિસ્તારમાં એક માસ રેકી કરી બનાસકાંઠાના પરીચીત રતનસીંગ રાઠોડ સાથે મળી ચોરીનો પ્લાનિંગ કર્યો હતો. પકડાયેલ બંને શખ્સોને બી.ડીવીઝન પોલીસ હવાલે કરવમાં આવ્યા છે. બે.ડીવીઝન પોલીસે બન્નેના પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ શરુ કરી છે. રિમાન્ડ દરમિયાન તપાસમાં ફરાર શખ્સોની ધરપકડ માટે ક્રાઈમ બ્રાંચ અને બી.ડીવીઝન પોલીસની અલગ અલગ 8 ટીમો કામે લાગી છે.

ચોરીનો ભેદ ઉકેલવા માટે કામગીરી કરનાર ટીમ
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બી.બસિયાની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા, ડી.પી.ઝાલા, આર.કે.ગોહિલ અને તેમની ટીમના વિજયરાજસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, સમીરભાઇ ઇકબાલભાઇ, અશોક કલાલ, દિગ્પાલસિંહ જુવાનસિંહ, રણજીતસિંહ પઢેરીયા તથા પો.હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂૂપાપરા, સુભાષભાઇ ધોધારી, દિપકભાઇ ચૌહાણ, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, દિગ્પાલસિંહ જુવાનસિંહ,મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગલચર, મનીષભાઇ ચાવડા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ દીલીપસિંહ, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર,અરવિંદભાઇ ફતેપરા, ધારાભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, પોપટભાઇ ગમારા, અશ્વીનભાઇ લક્ષ્મણભાઇ નાઓ દ્વારા સંયુકત કામગીરી કરવામાં આવેલ છે.ટેકનીકલ સ્ટાફના નાઓ કામગીરીમાં જોડાયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *