ઓપરેશન ગંગાજળ કેમ શરૂ ન કરવું? કોંગ્રેસના સવાલ : ભ્રષ્ટાચાર નાબુદી માટે મુદ્દાઓ કુલપતિ સમક્ષ મુકાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ઓપરેશન ગંગાજળ શરૂ કરવા કોંગ્રેસના પીઢ પ્રવકતા ડી.નિદત બારોટ દ્વારા કુલપતિને પત્ર લખી માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના યુવા પ્રવકતા રોહિતસિંહ રાજપૂત દ્વારા ઓપરેશન ગંગાજળને સમર્તન આપતા મુદ્દાઓની કુલપતિ સમીક્ષા રજૂઆત કરી એક્શન લેવા માંગ કરાઈ હતી.
કુલપતિને કરેલી રજૂઆતમાં 18 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 5 વર્ષથી વહીવટી કર્મચારીઓની જાહેરાત અપાઈ ગઈ, હજુ સુધી ભરતી પ્રક્રિયા આગળ ના વધી તેની તપાસ કરવી જોઈએ, દર વર્ષે કોલેજની કઈંઈ ની નિમણૂક અને જોડાણની પ્રક્રિયા 1 થી 2 વર્ષ પાછળ ચાલે, પ્રવેશ અપાઈ ગયા પછી જોડાણ માટે સત્તામંડળમાં ફાઇલ આવે, વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો હોવાથી સત્તામંડળ કશું કરી શકે નહીં, આની ચિંતા કરવાની કે ભવિષ્યમાં આવું ના થાય ??, સ્ટેચ્યુટ મંજૂર ન હતા તેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ અપાય.
પરીક્ષા લેવાય અને સરકારે પાછળ થી જૂની તારીખમાં સ્ટેચ્યુટ મંજૂર કરવા પડે, આ માટે જવાબદાર કોણ.?, અનુસ્નાતક અભ્યાસક્રમની જોડાણની પ્રક્રિયા 3 વર્ષથી લગભગ બંધ જેવી છે, આનું શું કરવાનું?, યુજીસીની સંશોધન ગ્રાન્ટ માટે વિદ્યાર્થીઓએ હાઇકોર્ટ જવું પડે પછી ન્યાય મળે અને વિભાગીય અધિકારી સામે કોઈ કાર્યવાહી નહીં ??, બાયોમેટ્રિક હાજરી પૂરી અને કર્મચારી ટેબલ પર ન હોય, કેમેરામાં બધું દેખાતું હોય છતાં ચલાવી લેવાનું ?, 25000 ના ફિક્સ પગારમાં કામ કરતા સરકારના કર્મચારી કચેરીમાં 8 કલાક નોકરી કરવાની અને 3 લાખ પગાર લેતા અધ્યાપકો યુનિવર્સિટીમાં 5 કલાક નોકરી માટે આવીશું એમ કહી આંદોલન કરે ?? આપણે ચલાવી લેવાનું, સરકારની એકપણ યોજના, ૠઈઅજ પોર્ટલ, પ્લેસમેન્ટ, સપ્તધારાના કાર્યક્રમો વગેરે બાબતોનો યુનિવર્સિટીના એક પણ અધ્યાપક દ્વારા કશું કરવામાં ના આવે ?? આ ચલાવી લેવાનું, કેમ્પસના અધ્યાપકો દ્વારા ચલાવવાનું થતું પ્લેસમેન્ટ સેલ, ઇંડસ્ટ્રિયલ ઇનોવેશન સેલ, ઇન્ક્યુબેશન સેંટર, ગઊઝ કોચિંગ સેંટર, ઉપરાંત 10 થી વધુ ચેર દ્વારા કોઈપણ ાર્ય વિદ્યાર્થીઓ માટે ના થાય તે ચલાવી લેવાનું કે 3 લાખ પગાર લેતા અધ્યાપકો પાસે કરાવવાનું ??, સંશોધનમાં સરકાર પેટન્ટ માટે ચિંતિત હોય અને જે પ્રોફેસરો દ્વારા એકપણ પેટન્ટ માટે કશું કરવામાં આવ્યું ના હોય.
આ ચલાવી તેમને પ્રમોશનો આપવાના કે પછી તેમને રૂૂક જાવ કહેવાનું ??, કરોડો ના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની શું સ્થિતિ છે તે આપણે જોઈએ છીએ, કોની જવાબદારી ??, કરાડોના ખર્ચે બનેલ ગછઈં હોસ્ટેલમાં 4 ગછઈં વિદ્યાર્થીઓ રહે છે, આ રૂૂપિયાનો વ્યય થયો હવે તેનો સદુપયોગ થાય તેની માટે કોઈ ચિંતા કરવાની કે નઈ?, યુનિવર્સિટીના કેટલાક ભવનોમાં આ વર્ષે 2 થી 8 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, વિદ્યાર્થી કરતા અધ્યાપકો વધારે હોય તે ચલાવી લેવાનું કે જરૂૂર જણાય ઓપેરશન ગંગાજળ કરવાનું?, પરીક્ષા વિભાગમાં શૂન્ય માર્કવાળી માર્કશીટ, એબ્સેન્ટ લખેલી માર્કશીટ, 3 મહિના પછી આવતા અનેક પરિણામો, પ્રશ્નપત્રમાં થતા છબરડા, હોલ ટિકિટમાં થતી ભૂલો આ બધું ચલાવવાનું કે કોઈ કાર્યવાહી કરવાની ??, યુનિવર્સિટીમાં કેમેરાની મોનિટરિંગ કરવા લાખોનો ખર્ચ કર્યો, કશું મોનિટરિંગ થતું નથી કોણ જવાબદાર ?? માટે ઓપેરશન ગંગાજળ આવશ્યક, ભરતી વ્હોટ્સ એપ કૌભાંડમાં યુનિવર્સિટીના અધ્યાપકનું પણ નામ આવ્યું ? શું પગલાં લેવાયા??, માટી કૌભાંડમાં શારીરિક શિક્ષણ નિયામક સોની રાજીનામું આપી જતાં રહ્યા, યુનિવર્સિટી કશું કરી શકી નહીં. માટે ઓપેરશન ગંગાજળ આવશ્યક છે., નવા એક્ટ સ્ટેચ્યુટ્સમાં પરીક્ષા લીધા પછી કેટલા દિવસમાં પરિણામ આપવું તે નિયત થયેલું છે, હજુ લાલિયાવાડી ચાલે છે. આમાં ઓપેરશન ગંગાજળ કરવું જોઈએ કે કેમ?, અંગ્રેજી ભવનમાં એક અધ્યાપકે પોતાના સગાભાઈને ઇઅ માં 36 ટકા એ પ્રવેશ અપાવ્યો અને ખઅમાં ગોલ્ડ મેડલ અપાવ્યો, શું અહીં ઓપેરશન ગંગાજળ આવશ્યક નથી જણાતું ??, ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં ખઅ અને ઙવમમાં અનેકવાર ગોટાળા થયા, ફરિયાદ થઈ. દબાવી દેવાઈ, અહીં ઓપેરશન ગંગાજળ જરૂૂરી છે.
