રામનાથ આસપાસ સાબરમતી રિવર ફ્રન્ટ ટેક્નિકથી આજી શુધ્ધિકરણનો પ્રયોગ શરૂ

RMCએ નિહળ્યુ પ્રેઝન્ટેશન : હાલ રામનાથ મંદિર આસપાસ ચાલતા પાટલોટ પ્રોજેક્ટનો પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિ.મી.ની આજી નદી શુધ્ધિકરણ માટે અલગ અલગ ફેઇઝ વાઇઝ…

RMCએ નિહળ્યુ પ્રેઝન્ટેશન : હાલ રામનાથ મંદિર આસપાસ ચાલતા પાટલોટ પ્રોજેક્ટનો પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિ.મી.ની આજી નદી શુધ્ધિકરણ માટે અલગ અલગ ફેઇઝ વાઇઝ યોજના અમલમાં મુકાશે

ત્રણ દિવસથી ચાલતી પ્રાયોગિક ડેમો કામગીરીમાં નદીમાંથી આવતી દુર્ગંધમાં 50થી 60 ટકા ફરક અનુભવાતો હોવાનો આસપાસના રહેણાંકવાસીઓનો ફીડબેક

રાજકોટની મધ્યેથી નીકળતી આજી નદીને અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ જેવા જ રંગરૂૂપ આપવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મનપાએ બનાવ્યો છે. એ પુર્વે નદીના શુધ્ધિકરણનું કામ હાથ પર લેવામા આવ્યું છે. આમતો છેલ્લા એક એક દાયકાથી આ યોજનાની માત્ર વાતો જ થતી આવી છે. પરંતુ હવે તેમા થોડો નક્કર પ્રોગેશન આગળ વધ્યો છે.

પાઇલોટ પ્રોજેક્ટરૂૂપે સૌપ્રથમ સમગ્ર શહેરની આસ્થાનું કેન્દ્ર પ્રાચિન એવા રામનાથ મહાદેવ મંદિર આસપાસ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રાયોગિક કામગીરી ચાલી રહી છે. નદીમાંથી દુર્ગંધ આવવાના પ્રમાણમાં 50થી 60 ટકા જેટલો ફર્ક અનુભવાતો હોવાનુ રામનાથ મંદિર આસપાસ રહેતા લોકોના ફીડબેકમાં પરિણામ જાણવા મળ્યુ છે. હજુ તો માત્ર ત્રણ દિવસથી જ કામગીરી ચાલી રહી હોય પરિણામમાં વધુ સુધારો આવશે તેવો દાવો મનપાનો છે.

અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટના શુધ્ધિકરણ માટે જેમને કામ અપાયુ હતુ એ જ એજન્સીએ પ્રેઝન્ટેશન તૈયાર કરીને રાજકોટ મહાનગરપાલિકાને આપ્યુ છે. તંત્રએ પ્રેઝન્ટેશન નિહાળી પણ લીધુ છે. હવે પ્રેકટિકલ નિરિક્ષણ કર્યા બાદ એજન્સીના મુખ્ય સંચાલક સાથે ફાઇનલ મિટિંગ કરીને આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે તેવી નક્કર વિચારણા ચાલી રહી છે. મેયર ડો.નેહલ શુક્લએ 15મી ઓગસ્ટના રોજ અટલ સરોવર ખાતે રખાયેલા મનપા યોજિત ધ્વજવંદન વખતે શહેરીજનો જોગ સ્પીચમાં વિકાસલક્ષી મુખ્ય પાંચ સંકલ્પો જાહેર કર્યા હતા. એ પૈકી મેયરે રામનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ નદી સ્વચ્છ અને ગંદકીમુકત અને વધુ પૂજનીય બની રહે તેવા નક્કર કામ નજીકના દિવસોમાં શરૂૂ થશે તેવો આછેરો સંકેત પણ આપ્યો હતો.

હાલ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂૂ કરાયો છે. અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ ઉપરાંત અડાલજની વાવ, અંબાજી મંદિર પાસેના જળાશયમાં આ જ એજન્સી હસ્તક શુધ્ધિકરણનું કામ ચાલી રહ્યુ છે. મેયર સહિતના પ્રતિનિધિઓ આજી રિવર ફ્રન્ટ ખાતે આ પ્રોસેસનું લાઇવ નિરિક્ષણ કરવા જવાના છે.

આ મુજબ ગોઠવાશે શુધ્ધિકરણ ટેક્નિક
આજી રિવર ફ્રન્ટ સાકાર કરવા માટે સૌપ્રથમ તો નદીને બારેમાસ શુધ્ધ કઇ રીતે રાખવી અને વર્ષ આખુ તેમા પાણી ભરાયેલુ રહે તે કામ કરવુ પડશે. નદીના શુધ્ધિકરણ માટે જેસીબીથી કામ તો સમયાંતરે થાય જ છે. પણ નદીની બન્ને બાજુ ખાસ વોંકળાના ગંદા પાણીના નિકાલ માટેની અલગથી પાઇપલાઇન(ડક કેનાલ) નાખવાની વાત છે. નદીની કેનાલ પાસે અલગ અલગ જગ્યાએ મીની સુએઝ ફિલ્ટર પ્લાન્ટ નાખવામા આવશે. પાઇપલાઇન વાટે આ ગંદુ પાણી મુખ્ય સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડાશે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધિકરણ કરીને પીવા સિવાયના કામમાં ઉપયોગમાં લેવામા આવશે. હાલ જે પ્રયોગ ચાલી રહ્યો છે તેમા ખાસ પ્રકારની મશનીરીમાં ગંદા પાણીના બેકટેરિયા ખાય જાય તેવા પ્રકારના બેકટેરિયા મશીનરીમાં ઉત્પન્ન કરવામા આવે છે. આ પ્રકારના બેકટેરિયા નદીની ગંદકી પણ સફાચટ કરી નાખે છે તેવો દાવો છે.

આજી નદીમાં નીકળે છે શહેરના 30 મોટા વોંકળાના છેડા
ગમે તેટલુ ગંદુ પાણી નદીમાં આવવા છતાશ શુધ્ધિકરણ થઇ જશે તેવો એજન્સીનો દાવો
આજી નદી બારેમાસ ગંદી-ગોબરી રહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, શહેરના 30 જેટલા મોટા વોંકળાના છેડા(આઉટલેટ) આજી નદીમાં નીકળે છે. વોંકળાના આ છીંડા બુરી શકાય તેમ નથી. તેના માટે ડક કેનાલ ટેકનિલ અપનાવવાનો પ્રોજેક્ટ છે. આજી રિવર ફ્રન્ટ યોજના માટે અગાઉ એચપીસી ક્ધસ્ટ્રલ્ટન્ટ એજન્સી દ્વારા હાઇડ્રોલિક ડિઝાઇન પણ તૈયાર કરવામા આવી હતી. પુના સ્થિત સરકારી એજન્સી સીડબલ્યુપીઆરએસના તજજ્ઞોએ આ ડિઝાઇનનો અભ્યાસ પણ કર્યો હતો. જે-તે વખતે ઉક્ત બન્ને એજન્સીના અધિકારીઓ પણ આજી નદીની મુલાકાત વેળાએ હાજર રહ્યા હતા.

 

ધ્વજવંદન વખતે મેયર ડો.નેહલ શુક્લે લીધા આ 11 વિકાસલક્ષી સંકલ્પ

મનપા દ્વારા અટલ સરોવર ખાતે ખાતે 15-મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી. મેયર ડો. નેહલ શુક્લએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન અને સલામી અર્પણ કરી, શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મેયરે વિકાસલક્ષી 11 સંકલ્પ લીધા હતા.
રામનાથ મહાદેવની જગ્યા સ્વચ્છ, ગંદકીમુકત અને વધુ પૂજનીય બની રહે તેવ કામ છ મહિનામાં શરૂૂ કરી દેવાશે
શહેરની અંદાજે 14 જેટલી પેન્ડીંગ ટી.પી.ના અભ્યાસને પ્રાથમિકતા આપી સરકારને પરામર્શ અર્થે મોકલવામાં આવશે.
મુખ્યમંત્રીની સુચના મુજબ હવે પછી બનનાર તમામ નવા રોડ સિમેન્ટના બનાવવામાં આવે તે દિશામાં આયોજન કરી આગળ ધપશુ.
રાજકોટ ખાતે અદ્યતન ફૂડ લેબોરેટરી ચાલુ કરવામાં આવશે.
વોટર/ડ્રેનેજ નેટવર્કને વધુ સુદ્રઢ કરવામાં આવશે અને જૂના માળખાને વધુ આધુનિક બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 30000 આવાસ નિર્માણના પ્રોજેક્ટ્સને મનપાના લગભગ નહિવત રોકાણથી કાર્યરત કરીને આગામી એક વર્ષમાં 10000 જેટલા આવાસ નિર્માણની યોજના રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
રાજકોટને સ્વચ્છતા કામગીરીમાં અગ્રેસર બનાવવામાં માટે 150 ટન કેપેસીટીનો MRF (Material Recovery Facility) પ્લાન્ટ બનાવવામાં આવશે.
શહેરીજનોની ફરિયાદનો ઝડપી ઉકેલ લાવવા માટે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI) આધારીત સરળ અને પારદર્શક સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે.
કોર્પોરેટરો અને શહેરીજનોની ફરિયાદોને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI) આધારીત ઝડપી ઉકેલ લાવવામાં સરળ અને પારદર્શક સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે.
100-સી.એન.જી. બસ પાર્કિંગ સુવિધા સહીત આંતરમાળખાકીય સુવિધા સુદ્રઢ કરવામાં આવશે.
દેશભરના સ્વચ્છ શહેરોની યાદીમાં રાજકોટ અગ્રગણ્ય સ્થાન મેળવે તેવા કામ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *