બંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યો

મમતા-મોદીના પ્રતિષ્ઠાના જંગ જેવી બંગાળ વિધાનસભા ચૂંટણી છેક સુધી ભર્યું નાળિયેર રહેશે: મતદારોનું મન હજુય અકળ તામિલનાડુમાં TVK, કેરળમાં ભાજપનો રાજ્યાભિષેક, આસામ એટલે ભાજપ માટે…

મમતા-મોદીના પ્રતિષ્ઠાના જંગ જેવી બંગાળ વિધાનસભા ચૂંટણી છેક સુધી ભર્યું નાળિયેર રહેશે: મતદારોનું મન હજુય અકળ

તામિલનાડુમાં TVK, કેરળમાં ભાજપનો રાજ્યાભિષેક, આસામ એટલે ભાજપ માટે આસાન!

પાંચેય રાજયોમાં સંપન્ન થયેલી ચુંટણી ખરેખર તો એક સમાન મહત્વ ધરાવે છે. પરંતુ વડાપ્રધાન મોદી સામેના પ્રતિરોધમાં સતત ગાજતા રહેતા અભિમાની બે મુખ્યમંત્રીઓ મમતા અને સ્ટાલિનનને કારણે સમગ્ર દેશની નજર બંગાળ અને તામિલનાડુના પરિણામો પર ટકેલી છે એવા સમયે જાણે કે આવનારી ફિલ્મનું જ ટ્રેલર હોય એ અદામાં દેશની અનેકવિધ સર્વેક્ષણ સંસ્થા-કંપની- ચેનલોએ એકિઝટ પોલ દ્વારા રજુ કરેલી આગાહીઓએ દેશને ધારણાઓનો એક રોમાંચક પ્રવાસ કરાવી દીધો છે.

એમા પણ હિંસાચાર અને કડક સૈન્ય જાપ્તાને કારણે ચિક્કાર મતદાન કરનારી બંગાળી પ્રજાના નિર્ણય તરફ દેશભરની જિજ્ઞાસા આત્યંતિક પ્રબળ બની ગઇ છે. પી-માર્કના સર્વેક્ષણો બતાવે છે કે તૃણમુલ કોંગ્રેસને 118-138 બેઠકો મળશે. જયારે ભાજપને 150થી 175 બેઠકો પર વિજય મળશે. એજ રીતે પોલ ડાયરીના સર્વેક્ષણો કહે છે કે બંગાળમાં ભાજપનો રથ 142-171 બેઠકો સાથે ઘુધરા વગાડતો આગળ નીકળી જશે અને ટીએમસી માત્ર 99 થી 127 બેઠકો મેળવી પાછળ ઢસડાશે. જેની વિશ્ર્વાસનીયતા સહેજ વધારે છે. એવી ‘પ્રજાપોલ’ સર્વેક્ષણ સિન્ડિકેટે મમતાને ભાગે માત્ર 85 થી 110 બેઠકોની આગાહી કરી છે પરંતુ ભાજપને માટે 178 થી 208 જેવી અભુતપુર્વ વિજય ટંકારની ઘોષણા કરી છે. જો કે ધરાતલ પરના વાસ્તવને પ્રગટ થવામાં ચારેક દિવસની જ વાર છે. જો કે આભનો, ગાભનો અને આવા એકિઝટ પોલમાં પક્ષોને દેખાતા લાભનો બહુ નેઠો ન હોય.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈને 5 અલગ-અલગ એજન્સીઓ (મેટ્રિઝ, ચાણક્ય સ્ટ્રેટેજીસ, પોલ ડાયરી, પ્રજા પોલ અને ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા) એ પોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. આ આંકડાઓ મુજબ, કોંગ્રેસના સમર્થનવાળી DMK રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. જ્યારે ભાજપના સમર્થનવાળી AIADMK બહુમતીના આંકડાથી ઘણી પાછળ રહી ગઈ છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત સાઉથના સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK વિશે છે. 3 એક્ઝિટ પોલ (ચાણક્ય સ્ટ્રેટેજીસ, પોલ ડાયરી અને પ્રજા પોલ) ના અંદાજ મુજબ તમિલનાડુમાં TVK ને એક પણ સીટ મળતી નથી દેખાઈ રહી, એટલે કે તેમનું ખાતું પણ નહીં ખુલે.

આસામની વાત કરીએ તો, ત્યાં 5 એક્ઝિટ પોલના આંકડાઓ ભાજપ અને કોંગ્રેસની અંદાજિત બેઠકો દર્શાવી રહ્યા છે. આ આંકડાઓ સ્પષ્ટ ઈશારો કરે છે કે આસામમાં ફરી એકવાર ભાજપ ગઠબંધનની સરકાર સત્તામાં શાનદાર વાપસી કરી રહી છે. આ ઉપરાંત પુડુચેરીના એક્ઝિટ પોલમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે, જોકે અહીં કોંગ્રેસને પણ નોંધપાત્ર બેઠકો મળવાનો અંદાજ છે.

કેરળમાં સામે આવેલા 4 એક્ઝિટ પોલ મુજબ, કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન (UDF) ને બહુમતી મળવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલ ડાબેરી ગઠબંધન (LDF) બીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે. પરંતુ કેરળમાં સત્તા મેળવવાનું ભાજપનું સપનું હજુ પણ ઘણું દૂર લાગી રહ્યું છે. મેટ્રિઝ, ચાણક્ય સ્ટ્રેટેજીસ, પીપલ્સ પલ્સ અને ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા દ્વારા કરાયેલા 4 એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપ કેરળમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકશે નહીં.

પુડુચેરીની 30 બેઠકો પર NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે. એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં NRC પ્લસને 16-20 બેઠકો મળવાનું અનુમાન છે, જે સરકાર બનાવવા માટે પૂરતી છે. જ્યારે JVCનો સર્વે કોંગ્રેસ (INC+)ને 11-13 બેઠકો સાથે કડી ટક્કરમાં બતાવી રહ્યો છે. TVKને અહીં પણ 1-2 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માત્ર મેજિકનો ભરોસો નહિ, મોદી-શાહની પ્રચંડ મહેનત
વડાપ્રધાન મોદીના દેશમાં ટીકાકારો ઓછા નથી, તો પણ તેમના હરીફો સ્વીકારે છે કે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં એક અજાયબ કરિશ્મા છે. પાટનગર નવી દિલ્હીના સચિવો પણ આ વાત અગાઉ કહી ચુકયા છે. છતાં પોતાના વ્યક્તિતવ્ના જાદુઇ પ્રભાવ પર બ્લાઇન્ડ વિશ્ર્વાસ રાખવાને બદલે તેઓ ચુંટણી પ્રચારમાં સખત મહેનતના હિમાયતી છે. આ વખતે આખા દેશે જોેયુ છે કે તેમણે દેશના કોઇપણ ટોચના નેતાને સ્પર્ધામાં પાડી દે એવી જબરજસ્ત મહેનત પોતાની પ્રચારયાત્રામાં કરી છે અને તેમાંના દરેક રોડ શો- રેલીઓ છલક છાલક જન સૈલાબથી લહેરાતા રહ્યા છે. વિરાટ માનવ મહેરામણના હિલ્લોળાને ઝિલતો તેમનો ઉંચો હાથ જાણે કે હવે એક સર્વકાલીન ઇમેજ બની ગઇ છે. તેમનો એ આત્મવિશ્ર્વાસ હજુ બંગાળની હવામાં પડવાય છે કે હું શપથ વિધિ સમારંભમાં પાછો કલકતા આવીશ! આ રાજરંગ પણ જેવો તેવો નથી! કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને કદી થાક લાગતો જ નથી એ પણ હકિકત છે. મોદી-શાહ આ બન્ને મહાજાતિ ગુજરાતીના રાજનેતાઓની જુગલ જોડી દેશના અનેક રાજ્યો, નેતાઓ અને અધિકારીઓ માટે ઇર્ષ્યાનું કેન્દ્ર પણ છે! સૌથી મહત્ની જે ટયુનિંગ છે તે તો બે સગાભાઇઓના ટયુનિંગનેય આંટી મારી દે એવું છે. આમાંથી પણ પરિવારોએ ઘણું શીખવાનું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *