300 પ્રવાસીઓ સાથે એર ઈન્ડિયા ફ્લાઈટનું આયર્લેન્ડમાં લેન્ડિંગ
દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ ખામી સર્જાઈને આયર્લેન્ડ ડાયવર્ટ કરાઈ છે. વિમાન હવે ટેકનિકલ નિરીક્ષણ માટે આઇરિશ શહેર શેનોનમાં ઉતરાણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં આશરે 300 લોકો સવાર છે.
ન્યૂ યોર્કથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI102, ટેકનિકલ ખામી સર્જાઈને આયર્લેન્ડ ડાયવર્ટ કરાઈ છે. વિમાનનું શેનોન શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું આયોજન છે. ટેકનિકલ નિરીક્ષણ બાદ ફ્લાઇટ તેની મુસાફરી ફરી શરૂૂ કરી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં આશરે 300 મુસાફરો સવાર છે. શેનોન તરફ ડાયવર્ટ થયા પહેલા વિમાને તેની મુસાફરીના છ કલાક પૂર્ણ કરી લીધા હતા. એરલાઇને સાંજે જારી કરેલા એક નિવેદનમાં ઘટના અંગે વિગતો આપી હતી.
એરલાઈને જણાવ્યું હતું કે, “15 માર્ચે, ન્યૂ યોર્ક (JFK) થી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટ અઈં102, શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે સાવચેતીના પગલા તરીકે શેનોન, આયર્લેન્ડ તરફ વાળવામાં આવી હતી. એર ઈન્ડિયાના ઉચ્ચ સલામતી ધોરણોનું પાલન કરીને, વિમાન હાલમાં વ્યાપક ટેકનિકલ મૂલ્યાંકન હેઠળ છે, જેમાં વધારાનો સમય લાગશે.” સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે વિમાનમાં કંપન અને અસામાન્ય અવાજનો અનુભવ થયો હતો, જેના કારણે તેનું શેનોન તરફ વાળવામાં આવ્યું હતું.
દિવસની શરૂૂઆતમાં, એરલાઈને પુષ્ટિ આપી હતી કે વિમાન સ્થાનિક સમય મુજબ સવારે 4:30 વાગ્યે શેનોન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું, અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સ્થાપિત સલામતી પ્રોટોકોલ અનુસાર વિમાનનું વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ હાલમાં ચાલી રહ્યું છે.” ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, વિમાન શેનોન તરફ વાળવામાં આવતા પહેલા લગભગ છ કલાક સુધી હવામાં રહ્યું.
