માનસિક બીમારીથી કંટાળી ચોટીલાના વૃધ્ધનો આપઘાત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક મોત નીપજ્યુ છે. પંચવટી સોસાયટીમાં માજી સૈનિકને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે પંચવટી સોસાયટીમા રહેતા માજી સૈનિક દિનેશભાઇ બેચરભાઇ સંઘાણી (ઉ.વ.47) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક દિનેશભાઇ ત્રણ બહેનોના એકના એક ભાઇ હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ હાલમાં દૂધની ડેરીની સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
જયારે બીજા બનાવમાં ચોટીલામાં શાસ્ત્રીનગરમાં રહેતા અરવિંદભાઇ મુળજીભાઇ (ઉ.વ.65) નામના વૃધ્ધે ગઇકાલે સાંજે લીકવીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નીપજ્યું હતું. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
