પૂર્વ પ્રેમિકાની બહેનપણીઓએ યુવાનને લોખંડના પાઇપથી લમધાર્યો

શહેરના ધરમનગર કવાર્ટરમાં રહેતા યુવાનને તેની પૂર્વ પ્રેમીકાની બહેનપણીઓએ લોખંડના પાઇપથી લમધારી નાંખતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો છે.જાણવા મળતી વિગત મુજબ ધરમનગર કવાર્ટરમાં…

શહેરના ધરમનગર કવાર્ટરમાં રહેતા યુવાનને તેની પૂર્વ પ્રેમીકાની બહેનપણીઓએ લોખંડના પાઇપથી લમધારી નાંખતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો છે.જાણવા મળતી વિગત મુજબ ધરમનગર કવાર્ટરમાં રહેતો હિતેષ કાનજીભાઇ પાટડીયા (ઉ.વ. 37) નામનો યુવાન ગત રાત્રે ઘર પાસે હતો ત્યારે પારૂલબેન, સગુપ્તાબેન અને તેની સાથેના શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.પ્રાથમિક તપાસમા હિતેષને અગાઉ ઉર્મી નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો બાદમા બંને વચ્ચે અણબનાવ બનતા પ્રેમસંબધ તોડી નાંખ્યો હતો હાલમા ઉર્મી તેની બહેનપણીઓ સાથે રહેતી હોય જેથી ઉર્મીની બહેનપણીએ ફોન ઉપર ઉશ્કેરણી કરી બોલાચાલી કરતી હતી દરમિયાન ગઇ કાલે હુમલો કર્યો હતો.
વિશ્ર્વનગરમાં યુવાન પર હુમલો.

મવડી વિસ્તારમા નવલનગર શેરી નં 9 મા વિનાયકનગરમા રહેતો સંજય રઘુભાઇ ડોડીયા (ઉ.વ. 26) નામનો યુવાન ગઇ કાલે સાંજે વિશ્ર્વનગર પાસે હતો ત્યારે નૈમિષ પટેલ અને રાજદીપ મીણે ઝઘડો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિ8ટલમા ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *