શહેરના લક્ષ્મીવાડીમા સમાધાન માટે બોલાવી વડવાજડીના યુવાન પર 8 શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાતલમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો.જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વડ વાજડી ગામે રહેતો ચિરાગ ખીમજીભાઇ ડાંગર (ઉ.વ. ર3) નામનો યુવાન બપોરે લક્ષ્મીવાડી શેરી નં 8 મા હતો ત્યારે રૂષિ મનાણી અને તેની સાથેના 7 શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો છે.પ્રાથમિક તપાસમાં ચિરાગ બિલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો કરે છે. તેની બહેનને આરોપીએ ગાળો આપી હોય જે બાબતે સમાધાન કરવા માટે બોલાવ્યા બાદ ઝઘડો કરી લોખંડના પાઇપથી માર માર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લક્ષ્મી વાડીમાં સમાધાન માટે બોલાવી વડવાજડીના યુવાન પર 8 શખ્સોનો હુમલો
શહેરના લક્ષ્મીવાડીમા સમાધાન માટે બોલાવી વડવાજડીના યુવાન પર 8 શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાતલમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો.જાણવા મળતી વિગત…
