કોપોરેશનમાં ચૂંટાઇ તો ગયા પણ હવે એક મહિનાનો પગાર અને ભથ્થું અટકશે !

હોદ્દેદારોની વરણી બાદ સત્તાવાર પગાર-ભથ્થા નક્કી થયા બાદ પરિસ્થિતિ થાળે પડશે રાજકોટ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં હાલ હોદ્દેદારોની વરણી થઈ નથી જે આગામી 26 થી 28…

હોદ્દેદારોની વરણી બાદ સત્તાવાર પગાર-ભથ્થા નક્કી થયા બાદ પરિસ્થિતિ થાળે પડશે

રાજકોટ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં હાલ હોદ્દેદારોની વરણી થઈ નથી જે આગામી 26 થી 28 દરમિયાન હાથ ધરાશે. ત્યારે ચૂંટાયેલા નગર સેવકોને હજુ તેમનો પગાર અને ભથ્થું મળ્યું નથી અને જ્યાં સુધી વરણી કરવામાં ન આવે ત્યાં સુધી ભથ્થા મળવાની પ્રક્રિયામાં વિલંબ થાય તેવી સંભાવનાઓ પ્રવર્તી છે.
પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાની બોર્ડ પ્રક્રિયા અને વિવિધ એજન્ડાની મંજૂરીમાં મોડું થતાં કોર્પોરેટરોને ઓછામાં ઓછા એક મહિનાનો પગાર અને ભથ્થું અટકાવવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી બોડીની સત્તાવાર કામગીરી હજુ શરૂૂ ન થતાં મનપાની આંતરિક પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ શકી નથી.

મહાનગરપાલિકામાં હાલ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેની નિમણૂક પ્રક્રિયા બાકી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા પદોની પસંદગી થયા બાદ જ મનપાની કામગીરી સંપૂર્ણ ગતિએ આગળ વધશે. આ કારણસર કોર્પોરેટરોના પગાર અને અન્ય ભથ્થાંની પ્રક્રિયા પણ અટકેલી સ્થિતિમાં છે. હવે આગામી 28 મેના રોજ નવી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ યોજાનાર છે.

આ બેઠકમાં નવા હોદેદારોની પસંદગી અને સત્તાવાર નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકીય વર્તુળોમાં આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે બાદ જ મનપાની નવી બોડી સંપૂર્ણ રીતે કાર્યરત બનશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હોદેદારોની નિમણૂક થયા પછી જ કોર્પોરેટરોના પગાર, ભથ્થાં અને અન્ય સવલતો માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂૂ થઈ શકશે. તેથી નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને હાલ થોડો વધુ સમય રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ મનપાની નવી બોડી રચાયા બાદ સામાન્ય રીતે પ્રારંભિક પ્રક્રિયાઓ પૂર્ણ થવામાં થોડો સમય લાગતો હોય છે. જોકે આ વખતે બોર્ડ પ્રક્રિયા અને એજન્ડા મંજૂરીમાં વિલંબ થતાં કોર્પોરેટરોના પગાર મુદ્દે ચર્ચા તેજ બની છે.

નવી બોડીના પ્રથમ જનરલ બોર્ડમાં મેયર અને અન્ય હોદેદારોની પસંદગી બાદ મનપાની વહીવટી કામગીરીમાં પણ ઝડપ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ કોર્પોરેટરોના પગાર અને ભથ્થાં અંગેની અટકેલી પ્રક્રિયા પણ પૂર્ણ થશે.હાલ રાજકોટ મહાનગરપાલિકાની રાજકીય અને વહીવટી ગતિવિધિઓ પર સૌની નજર ટકેલી છે અને 28 મેની બેઠક બાદ સ્થિતિ સ્પષ્ટ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *