ગોલામાં નાખી પેટમાં પધરાવાતી સડેલી બે ટન બદામ પકડાઈ

માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાનો દરોડો, સડેલા- જીવાતવાળા-ફૂગ ચડેલી બદામનો જંગી જથ્થો મળ્યો   ગરમીમાં ઠંડક મેળવવા માટે રાત્રે…

માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાનો દરોડો, સડેલા- જીવાતવાળા-ફૂગ ચડેલી બદામનો જંગી જથ્થો મળ્યો

 

ગરમીમાં ઠંડક મેળવવા માટે રાત્રે ગોલાની દુકાનો પર કીડિયારાની જેમ ઉભરાતા લોકો માટે ચેતવા જેવી ચોંકાવનારી હકિકતનો આજે પર્દાફાશ થયો હતો. રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝ નામની ઔદ્યોગિક વસાહતમાં હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાની ફૂડ શાખાનો દરોડો પડ્યો હતો એ દરમિયાન અધધધ.. એવી 2 ટન એટલે કે 2000 કિલો બદામ(ડ્રાયફ્રુટ)નો વાસી, સડેલો અને ફૂગ ચડેલો જંગી જથ્થો મળી આવ્યો હતો. પેઢીના ભાગીદાર પ્રદીપ દુધાત્રાની કડક પુછપરછના અંતે એક એવી અત્યંત ચોંકાવનારી વાત પ્રકાશમાં આવી છે કે, લાંબા સમયથી સંગ્રહ કરીને રખાયેલી આ સડેલી, જીવાતવાળી, ફૂગ ચડેલી બદામ પ્રોસેસ કરીને મોટાભાગે ગોલાના ધંધાર્થીઓને સપ્લાય કરવામા આવતી હતી. આ ઉપરાંત આઇસ્ક્રીમ, લચ્છી, ગુલ્ફી બનાવતા યુનિટમાં પણ આ માલ સપ્લાય કરવામા આવતો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે આવેલ એન્ટરપ્રાઇઝ (ઉત્પાદક)પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બદામ (ડ્રાયફ્રુટ)નો અંદાજિત 2,000 કી.ગ્રા જથ્થો સડેલો તથા જીવાત વાળો માલૂમ પડેલ પેઢીમાં બદામની કતરણ પ્રોસેસિંગ કરી મીઠાઇ, આઈસક્રીમ તથા ગોલા જેવી ખાદ્યચીજોનો વિતરણ કરતાં વેપારીઓને વેચાણ કરવામા આવતી હોવાની કબુલાત પેઢીના ભાગીદાર પ્રદીપ દુધાત્રાએ આપી હતી.

ફૂડ લાયસન્સ, GST નંબર ન હતો, સ્થળ પર 2 ટન બદામનો નાશ
તપાસ દરમિયાન સડેલી બાદમના વિક્રેતા હીર એન્ટરપ્રાઇઝ પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દૂધાત્રાને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે સર્ટિ. પણ ધરાવતા ન હોવાનું જણાવેલ. જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ વેંચાણ માટે રાખેલ જથ્થામાથી ફૂડ સેફ્ટી ફળા; સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ. આશરે 2,000 કી.ગ્રા બદામનો જથ્થો સ્થળ પર જઠશાખાના વાહનમાં જ નાશ કરવામાં આવ્યો હતો.

ભેરુનાથ, વૃંદાવન અને ન્યુ શ્રીજી આઇસ્ક્રીમમાં પણ દરોડો
મનપાની ફૂડ શાખાએ ઠંડાપીણાના અન્ય યુનિટ અને પેઢીમાં પણ દરોડો પાડવામા આવ્યો હતો. જેમા ભેરુનાથ બદામ શેક, ન્યુ શ્રીજી આઈસક્રીમ તેમજ વૃંદાવન આઈસક્રીમની પેઢી પણ ફૂડ લાયસન્સ વગર ચાલતી હોય તમામને નોટિસ આપવામા આવી હતી. આ ઉપરાંત જે.પી સોડા ફળા; આઈસક્રીમ, મિલન ગોલા, પટેલ ગોલા, સંગમ ગોલા, સ્નો બોલ પોઈન્ટ, આવિષ્કાર આઈસક્રીમ, મારુતિ કોઠી આઈસક્રીમ, શ્રી બાલાજી કોઠી આઈસક્રીમ, પટેલ ગોલા, વિલેજ ટેસ્ટ ડ્રાય ફ્રૂટ ગોલા, શ્રી વૃંદાવન આઈસક્રીમ અને હરી નેચરલ કોઠી આઈસક્રીમમાં પણ ફૂડ શાખાએ તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *