સતાપર ગામે ડેમમાં નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા લાલુ દિનેશભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાન ગત તારીખ 5 જુલાઈના રોજ…

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા લાલુ દિનેશભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાન ગત તારીખ 5 જુલાઈના રોજ સતાપર ગામે આવેલા સિંધણી ડેમના પાણીમાં નહાવા જતા આ પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ કિરણ દિનેશભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.

દ્વારકા તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડા
દ્વારકા તાલુકાના મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાંથી પોલીસે ખીમા સીયાભાઈ ચાનપા, દેવા ખેંગારભાઈ ચાનપા, દુદા પરબતભાઈ હાથીયા, લાખા રણમલ ચાનપા અને દેવા અરજણભાઈ ફફલ નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂૂ. 4,470 ની રોકડ રકમ સાથે કુલ રૂૂ. 19,970 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં આંબેડકર સોસાયટીમાંથી અશોક કુંભાભાઈ માંગલીયા, જીવા મુરૂૂભાઈ માંગલીયા અને મંગા ઉર્ફે કરણ મુરુભાઈ ચાનપા નામના ચાર શખ્સોને મીઠાપુર પોલીસે તીનપત્તિનો જુગાર રમતા રૂૂ. 2,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દ્વારકા પોલીસે ટીવી સ્ટેશન વિસ્તારમાંથી વરજાંગભા હમીરભા કેર અને ડાડુભા રાજાભા બઠીયાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

સલાયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સ્મિત નામના એક શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂૂની 7 નાની બોટલ ચપટા સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *