નાનામવા રોડ પરના પ્લાયવૂડના ગોડાઉન ખાલી કરાવો: મેયર

  વેસ્ટ ઝોનના 6 વોર્ડમાં ચાલતા કામો અને લોકોના પ્રશ્ર્નો અંગે મેયરે અધિકારીઓ સાથે મિટિંગ યોજી, સત્વરે કામ પૂરા કરવા સૂચના મેયરની અધ્યક્ષતામાં વેસ્ટ ઝોનના…

 

વેસ્ટ ઝોનના 6 વોર્ડમાં ચાલતા કામો અને લોકોના પ્રશ્ર્નો અંગે મેયરે અધિકારીઓ સાથે મિટિંગ યોજી, સત્વરે કામ પૂરા કરવા સૂચના

મેયરની અધ્યક્ષતામાં વેસ્ટ ઝોનના સંકલનના પ્રશ્નો, પ્રગતિ હેઠળના કામોના રીવ્યુ અંગે મિટીંગ યોજાઈ.આ મિટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વેસ્ટ ઝોનના કોર્પોરેટરઓ તથા લગત ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત વેસ્ટ ઝોનમાં આવેલ વોર્ડ નં. 1,8,9,10,11,12 કુલ-6 વોર્ડના કોર્પોરેટરઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટીંગ હોલ, હરિસિંહજી ગોહિલ ભવન, વેસ્ટ ઝોન, બિગ બજાર પાછળ આવેલ ઓફીસ ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં તમામ વોર્ડમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવાની અધિકારીઓને મેયર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ મિટીંગમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

આ મિટીંગમાં વોર્ડ નં.1મા નવી વોર્ડ ઓફિસ બનાવવી, નવાં ભળેલા વિસ્તારોમાં સફાઇ કામદાર ફાળવવા, એક્શન પ્લાનના કામો શરૂૂ કરવા, રામાપીર ચોક બ્રિજ પાસે વરસાદી પાણી જમા થવા બાબત, સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલની કામગીરી ધીમી છે, નવાં ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજના કામો સત્વરે પૂર્ણ કરાવવા, ખુલ્લા પ્લોટમાં બાંધકામ વેસ્ટ નાખતા આસામીઓને અટકાવવા, ટી.પી. પ્લોટમાં ચાપણીયાની દીવાલ કરવી, ગાંધીગ્રામ વિસ્તારમાં ડી.આઈ. પાઇપલાઇનના કામો, આવાસોમાં ચેકિંગ કરાવવું, નવું આરોગ્ય કેન્દ્ર બનાવવું, ડ્રેનેજ સફાઇ ફરીયાદનો તાત્કાલિક નિકાલ કરવો, રોડ ડિવાઈડરની સફાઇ કરાવવી, ડી.આઈ. પાઇપલાઇનના કામો પૂર્ણ થાય ત્યાં ડામર રિ-કાર્પેટ કરવું, નવાં ટીપર વાહન ફાળવવા, રાજનગર ચોક પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ લાઇબ્રેરીનું રીનોવેશન કરવું, ગેરકાયદેસર બાંધકામ અંગે નોટીસ આપવી, ગાંધીગ્રામ-શીવપરા-વિતરાજ નેમીનાથ સોસાયટીમાં સફાઇ કરાવવી અને ન્યૂસન્સ પોઈન્ટની નિયમિત સફાઇ કરવી, હનુમાનમઢી ચોકમાં કાયમી ભંગાર બજાર તથા અસ્થાયી દબાણો દૂર કરવા, સેટેલાઈટ ચોક બગીચામાં દીવાલ કરવી, સાધુ વાસવાણી રોડ આવાસ યોજના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવું, ફૂટપાથ પરના દબાણ દૂર કરવા, વોર્ડ નં.10માં સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા વર્ક આસીસ્ટન્ટ કર્મચારીઓ ફાળવવા, નાના મૌવા રોડ પર આવેલ પ્લાયવૂડના ગોડાઉન તાત્કાલિક નોટીસ આપી ખાલી કરાવવા, મોકાજી સર્કલથી સ્પીડવેલ ચોક તરફ જતા મંદિર પાસે કાયમી ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરવી, વોર્ડ નં.11માં ન્યુસન્સ પોઈન્ટની સફાઈ માટે વધુ ટ્રેક્ટર ફાળવવા, શનિવારી બજારમાં મુખ્ય રોડ પર ટ્રાફીક ન થાય તે માટે દબાણ હટાવની કામગીરી કરવી, મવડી સ્મશાન પાસે તથા અક્ષર પ્રાઈમ સોસાયટી પાસે બાંધકામ વેસ્ટ નાખતા આસામીઓને અટકાવવા અને દંડ કરવો, રસુલપરામાં આંગણવાડી બાંધકામમાં વિજ વાયર દૂર કરવા પી.જી.વી.સી.એલ. સાથે ફોલોઅપ લેવું, બાપા સીતારામ ચોકથી મવડી ચોક સુધી ડી.આઈ.પાઈપલાઈનનું કામ પૂર્ણ થયેલ હોવાથી ડામર રી-કાર્પેટ તાત્કાલિક કરવો, વોર્ડ નં.12ના નવા વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા કરવી, વાવડી ગાર્ડનમાં કસરતના સાધનો રીપેર કરી નવા મુકવા તેમજ ગાર્ડનમાં આવેલ ટોયલેટની નિયમિત સફાઈ કરવી, વાવડી 40 ફૂટ રોડ વૃંદાવન ગ્રીન સિટી પાસે સિટી બસ સ્ટોપ છે ત્યાં બસનો સ્ટોપ આપવો, ગોવર્ધન ચોક માધવ ગેઇટ રસ્તો પહોળો કરેલ છે ત્યાં અસ્થાયી દબાણો તથા વાહનો દૂર કરવા, મવડી ચોકડીથી રાવકી જવા માટે સિટી બસની સુવિધા કરવી વગેરે પ્રશ્નો તથા રજુઆતો વોર્ડના કોર્પોરેટરો તરફથી રજુ થયેલ છે. આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ વેસ્ટ ઝોનના કોર્પોરેટરઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા અને આગામી મિટીંગમાં આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તેમ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવેલ હતી.

આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વ મેયર અને કોર્પોરેટર ડો. પ્રદિપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, હિરેનભાઈ ખીમાણીયા, મિતલબેન લાઠિયા, જીતુભાઈ કાટોડીયા, ડો. અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, બિપીનભાઈ બેરા, રણજીતભાઈ સાગઠીયા, જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, નાયબ કમિશનર ચેતન નંદાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડ્યા, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, પરેશ અઢીયા, સહાયક કમિશનર દિપેન ડોડીયા, વોર્ડ નં.1,8,9, 10,11,12ના વોર્ડ એન્જીનિયર, એ.ટી.પી., નાયબ કાર્યપાલક ઈજનેર રોશની રાજેશ જલુ, બિરજુ મહેતા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, પી. એસ. ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર, દબાણ હટાવ અધિકારી, ગાર્ડન સુપરવાઈઝર વગેરે ઉપસ્થિત રહેલ હતા.

કોર્પોરેટરોએ સૂચવેલા મોટાભાગના કામો પેન્ડિંગ
મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં રોડ-રસ્તા તેમજ લોકોની પાયાની જરૂરિયાતના કામો માટે પ્રજા દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરાતી હોય છે તેવી જ રીતે કોર્પોરેટરના ધ્યાને આવતા કામો સહિતના તમામ કામ વિભાગીય અધિકારીઓને સોંપવામાં આવે છે. તેના માટે દરખાસ્ત અને ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. છતાં અનેક વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈનનું કામ સાફસફાઈની વ્યવસ્થા ગાર્ડન નવા બસસ્ટોપ આપવા, રસ્તા પહોળા કરવ, દબાણો દૂર કરવા સહિતના કામો કોર્પોરેટર દ્વારા અગાઉ સુચવવામાં આવ્યા છે. જે પૈકી મોટાભાગના કામો આજે પણ પેન્ડીંગ રહેલા હોય આજરોજ યોજાયેલ મીટીંગમાં આ બાબતની ચર્ચા કરી કોર્પોરેટરો દ્વારા ફરી વખત અગાઉ સુચવેલા કામો તાત્કાલીક પુરા કરવામાં આવે તેવી રજૂઆત મેયરને કરવામાં આવી હતી.

ચૂંટણી નજીક આવતા પદાધિકારીઓ લાગ્યા દોડવા
મહાનગરપાલિકાની પદાધિકારીઓની ટર્મ પૂરી થવાને હવે એક વર્ષ જેટલો સમય પણ નથી ત્યારે પોતપોતાના વોર્ડમાં ચાલુ થયેલા કામો તેમજ અધુરા રહી ગયેલા કામો અને લોકોની ફરિયાદોના નિરાકરણ માટે કોર્પોરેટરો કામ પુરા કરવા માટે અધિકારીઓને ભલામણ કરવા લાગ્યા છે. પરંતુ અધિકારીઓ કામ કરતા નથી તેવી ફરિયાદ સ્ટેન્ડીંગમાં ઉઠ્યા બાદ મેયરે પણ લોકોની શાહનુભૂતિ મેળવવાના પ્રયાસો શરૂ કરી કોર્પોરેટરોને સાથે રાખી ઝોનવાઈઝ કોર્પોરેટરોની અધિકારીઓ સાથે મીટીંગો યોજી બાકી રહેલા કામો તેમજ આજ સુધી અમલવારી ન થઈ હોય તેવા કામો પૂર્ણ કરવા સહિતની સુચનાઓ અધિકારીઓને આપવા માંડી છે. આજે વેસ્ટઝોનના છ વોર્ડના કામો અંગેની રિવ્યુ મિટિંગ યોજી અનેક કામો પૂર્ણ કરવાની અધિકારીઓને સુચના આપી હતી.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *