વાંકાનેરમાં જય મચ્છુ માતાજીની નીકળી ભવ્ય શોભાયાત્રા

અષાઢી બીજના પાવન પર્વે વાંકાનેર શહેર ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહના રંગે રંગાઈ ગયું. મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી…

અષાઢી બીજના પાવન પર્વે વાંકાનેર શહેર ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહના રંગે રંગાઈ ગયું. મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર શહેર “જય મચ્છુ માતાજી”ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે પોલીસ દ્વારા કરાયેલા લોખંડી બંદોબસ્ત અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો.

શોભાયાત્રામાં સુશોભિત પ્રથમા બિરાજમાન મચ્છુ માતાજીના દર્શન કરવા માટે માર્ગના બંને બાજુએ ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. વિવિધ ધાર્મિક મંડળો, યુવા મંડળો, મહિલાઓ અને વડીલો ભક્તિગીતો, ઢોલ-નગારા અને જયઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

અષાઢી બીજ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજને એકતા, સંસ્કૃતિ અને પરંપરાની યાદ અપાવતો અવસર પણ છે. વાંકાનેરમાં યોજાયેલી આ શોભાયાત્રાએ વિવિધ સમાજના લોકોમાં ભાઈચારો અને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ આપ્યો.કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સતત પેટ્રોલિંગમાં રહ્યા હતા, જેના કારણે હજારો લોકોની હાજરી છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો.

પોલીસ-સમાજે આપ્યો એકતા, માનવતા અને સુરક્ષાનો પ્રેરક સંદેશ
16 જુલાઈ અષાઢી બીજના પવિત્ર અવસરે વાંકાનેરમાં ભરવાડ સમાજની પરંપરાગત કપાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પોલીસ ની સજાગ કામગીરી અને સમાજ ના સહકારને કારણે સમગ્ર કાર્યક્રમ કોઈ અનિચ્છનીય બનાવ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો. વાંકાનેર ડિવિઝનના ઉુજઙ સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આર. સોલંકી, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. પટેલ, પીએસઆઈ વી.કે. મહેશ્વરી, પીએસઆઈ કે.એમ. ભોંચીયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફે સતત સતર્ક રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *