Connect with us

ગુજરાત

તમામ સરકારી કચેરીમાં કામ વગર આવતા લોકો માટે જાહેર કરાઇ પ્રવેશબંધી

Published

on

જિલ્લા કલેક્ટર દ્વારા અપાયા આદેશ: વહીવટી કામો માટે અરજદારોને પડતી તકલીફ નિવારવા લેવાયો નિર્ણય


જામનગર શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં લોકોને છેતરવાના અને ગેરમાર્ગે દોરવાના બનાવો સામે આવ્યા છે. કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, સેવાસદન જેવી મહત્વની કચેરીઓમાં બહારથી આવતા લોકો પાસેથી પૈસા પડાવવાના બનાવો બનતા હોવાની ફરિયાદો ઉઠી છે. કચેરીઓમાં ફોર્મ ભરવા, પ્રક્રિયા કરવા સહિતની માહિતી મેળવવામાં લોકોને અવરોધોનો સામનો કરવો પડે છે.


હેલ્પ ડેસ્કની સુવિધા ન હોવાથી અજાણ્યા અને અભણ લોકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાય છે. પરપ્રાંતિયો અને અભણ લોકોને મજબૂરીથી ફી આપીને કામ કરાવવાનો વારો આવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં જામનગર કલેક્ટર કચેરીએ કચેરીઓમાં અનધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જામનગર કલેક્ટર કચેરી, શહેર અને તમામ તાલુકાઓની પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ઝોનલ કચેરીઓ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા સેવાસદન, મહાનગરપાલિકાની કચેરી તેમજ તેના હેઠળ આવતી ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન-વ્યવહાર અધિકારીની કચેરી, આરટીઓ ચેકપોસ્ટ ખાતે સરકારી કામ માટે આવતા કે કામ કચરા લોકો સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીને કચેરીઓમાં પ્રવેશ સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનના દરવાજા ઉપર જ જન્મ-મરણના દાખલાના રૂૂ. 50થી 300 સુધી ખુલ્લેઆમ લેવામાં આવે છે. આ જ રીતે કલેક્ટર કચેરીના દ્વારે પણ આવી જ વિવિધ દાખલા કઢાવી આપવાની કામગીરી કરી આપતા લોકો જોવા મળે છે.


જોકે, આ પ્રતિબંધ માત્ર તાત્કાલિક ઉકેલ છે. કાયમી ઉકેલ માટે કચેરીઓમાં લોકમદદની વ્યવસ્થા ઉભી કરવી જરૂૂરી છે જેથી લોકોને સરળતાથી માહિતી મળી શકે અને તેઓ છેતરાય નહીં. તા. 29 ઓક્ટોબર સુધીના પ્રતિબંધને બદલે કચેરીઓમાં લોક-મદદની વ્યવસ્થા જરૂૂરી છે. આ માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ.
લોકોને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે સરકારે કચેરીઓમાં પારદર્શિતા વધારવી જોઈએ. હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને લોકોને સહકાર આપવા માટે તાલીમ આપવી જોઈએ. આ સાથે જ, લોકોને જાગૃત કરવા માટે પ્રચાર-પ્રસાર કરવો જોઈએ જેથી તેઓ છેતરાય નહીં.
સરકારી કચેરીઓમાં લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. નહીં તો, લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જશે.

ગુજરાત

ફિઝિક્સ ભવનના છાત્રએ રોજનું 35 કરોડ લિટર પાણી બચાવતી ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ બનાવી

Published

on

By

નવી દિલ્હી ખાતે વિઝન ફોર વિકસિત ભારત પરિસંવાદમાં સાહિલ રાઠોડનું કરાયુ સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભૌતિકશાસ્ત્ર ભવન સમાજ ઉપયોગી સંશોધનો કરવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. શિક્ષણ અને સંશોધન પુસ્તકો તેમજ લેબોરેટરી સુધી સિમિતન રહેતા વાસ્તવિક સમસ્યાનું સમાધાન લાવી શકે તેવા અભિગમ સાથે ભૌતિક શાસ્ત્ર ભવનમાં સંશોધન કાર્ય થતું રહે છે. સાંપ્રત સમયમાં પાણીનો વ્યય અને બગાડ ખૂબ જ જટિલ સમસ્યા છે. પાણીનો વ્યય અટકાવવાના એક પ્રયાસ સ્વરૂૂપ ભૌતિકશાસ્ત્ર ભવનના એમ.એસ.સી ફિઝિકસના વિદ્યાર્થી સાહિલ રાઠોડે ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ ડિઝાઇન કરી છે.

જેના દ્વારા પ્રતિદિન આશરે 35 કરોડ લિટર પાણી બચાવી શકાશે. ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ એ એક આદર્શ તકનીકી છે જે વિવિધ ક્ષેત્રોમાં પાણીના વિતરણને સ્વચાલિત કરીને રોજનું આશરે 35 કરોડ લિટર તેમજ પ્રતિવર્ષ 12,775 કરોડ લિટરથી વધુ પાણી બચાવી શકે તેમ છે. સાહિલ આ પ્રોજેકટ પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા છે. તા. 13-10-2024 ના રોજ આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિઝન ફોર વિકસિત ભારત સંમેલનમાં આ પ્રોજેકટ માટે સાહિલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઓટો વોટર ફિલિંગ સિસ્ટમને પ્રમાણમાં ખૂબ ઓછા ખર્ચે બનાવી શકાય છે તેમજ તેનું સંચાલન પણ ખુબ સરળ છે. શહેરી રહેઠાણ વિસ્તારથી લઈને ગ્રામ્ય કૃષિ ક્ષેત્રોમાં પણ ઇમ્પલિમેન્ટ કરી શકાશે. ભવિષ્યમાં આ સિસ્ટમને જો મોટા પાયે ઈમ્પલિમેન્ટ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય અટકે તેવી શક્યતાઓ છે.


નવી દિલ્હી ખાતે નવેમ્બર 2024 દરમિયાન યોજાનાર વિઝન ફોર વિકસિત ભારત કોન્ફરન્સ માટે સાહિલનો આ પ્રોજેકટ પસંદગી પામ્યો છે જે ભવન માટે ખૂબ ગૌરવની બાબત છે. સાહિલની આ સિદ્ધિ બદલ ભવનના અધ્યક્ષ પ્રોફેસર નિકેશ શાહ, ભવનના પ્રાધ્યાપકો તેમજ સ્ટાફ મેમ્બર્સે શુભેચ્છાઓ પાઠવી છે.

Continue Reading

ગુજરાત

પદ્ધતિ જ એવી અપનાવો કે કોઈને ટ્રેસ ન પડે

Published

on

By

ત્યાં સારો નેતા હશે કે ખરાબ એ તમને કેમ ખબર પડશે?

મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટ ફિટ ઇન્ડિયાની સંકલ્પના તેમણે આપી છે. જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ફિટ ઇન્ડિયા – ફીટ મીડિયાના શુભારંભ પ્રસંગે આ વાત કહી હતી.


અમદાવાદ ખાતે “ફિટ ઈન્ડિયા-ફિટ મીડિયા” કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ અધિકારીઓ મને ઘણીવાર કહે છે કે આ ધારાસભ્ય મને હેરાન કરે છે મારી ટ્રાન્સફર કરો. એવી જ રીતે સામે થી અનેક ધારાસભ્યો અધિકારીઓની ફરિયાદ કરે છે કે આ અધિકારીઓની ટ્રાન્સફર કરો. હવે ટ્રાન્સફર કરશો ત્યા પણ કોઇ ચૂંટાયેલો જ ધારાસભ્ય હશે ને. અધિકારીની આની આજ પરિસ્થિતી છે, તેવી જ સ્થિતી ચૂંટાયેલા સભ્યોની છે. સામે કોને કેવો અધિકારી મળે કોને ખબર, ત્યારે આપણે આવી જ પરિસ્થીતીમાં કામ કરવાનું જ છે તો પદ્ધત્તિ જ એવી બનાવો કે કોઈને ટ્રેસ ના આવે અને શાંતિથી કામ કરવું છે તેવો પ્રયત્ન આપણે કરવાનો.


વિકાસ સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા – ફીટ મીડિયા પ્રોગ્રામનો ઉદઘાટન સમારોહ અમદાવાદ રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ સંદર્ભે કહ્યું કે પત્રકારોની આરોગ્ય રક્ષા- સ્વાસ્થ્ય દરકાર માટે માહિતી ખાતા અને રેડક્રોસની આ પહેલ સરાહનીય છે. પત્રકારોના હેલ્થ ચેકઅપ માટેનો આ ઉપક્રમ દર વર્ષે યોજવાની હિમાયત પણ તેમણે કરી હતી. પહેલું સુખ તે જાતે નર્યાએ આપણી કાર્ય સંસ્કૃતિ છે. સ્વાસ્થ્ય સારું હશે તો કોઈ પણ ધંધા-રોજગાર કે વ્યવસાયમાં આપણે ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું.


સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફ સ્ટાઇલને કારણે પત્રકાર સહિત દરેક વ્યવસાયકારોએ પોતાની આરોગ્ય સંભાળ અવશ્ય લેવી જોઈએ. શરીરમાં આવેલા રોગ-ત્રુટીને જાણવા માટે આરોગ્ય તપાસ જરૂૂરી છે તેમ જ સમાજ- સરકારમાં રહેલી ત્રુટીની જાણ માટે પત્રકારિતા આવશ્યક છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ આ તકે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી જેનરીક દવાઓની ઉપયોગીતા સમજાવી હતી. પ્રચાર માધ્યમોના સહકારથી જન ઔષધી કેન્દ્રમાં મળતી દવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અપીલ તેમણે કરી હતી.


Continue Reading

ગુજરાત

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

Published

on

By

વડોદરામાં બનેલી અનોખી ઘટના

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં અનોખી ઘટના જોવા મળી હતી. આ વિસ્તારમાંથી એક સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કરવામાં આવ્યો ત્યારે સાપ મૂર્છિત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીએ સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો.


આમ તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવતો હોય છે. જેની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. પરંતુ વડોદરા શહેરમાંથી સાપ જેવા સરીસૃપ પ્રાણીને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવ્યો હોય તેવી અનદેખી ઘટના સામે આવી છે.


ગત મોડી રાત્રે જીવ દયા પ્રેમી સંસ્થાને કોલ મળ્યો હતો કે, વૃંદાવન ચાર રસ્તા નજીક એક સાપનું રેસ્ક્યૂ કરવાનું છે. જેના બાદમાં જેવું દયાપ્રેમી સંસ્થા ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં જઈને સાપનું રેસ્ક્યૂ કરતા સાપ મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો.


જેથી સાપને બચાવવા માટે જીવ દયાપ્રેમી સંસ્થાના રેસ્ક્યૂરે ખૂબ જ સાવધાની તેમજ કાળજીપૂર્વક ત્રણ વખત સાપને સીપીઆર આપ્યો હતો. જેમાં સદનસીબે ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી અને સાપમાં નવો જીવ મળ્યો હતો.

Continue Reading
ગુજરાત2 seconds ago

ફિઝિક્સ ભવનના છાત્રએ રોજનું 35 કરોડ લિટર પાણી બચાવતી ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ બનાવી

ગુજરાત35 seconds ago

પદ્ધતિ જ એવી અપનાવો કે કોઈને ટ્રેસ ન પડે

ગુજરાત3 mins ago

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગુજરાત4 mins ago

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત6 mins ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત7 mins ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત10 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત2 hours ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending