ગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યા

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક શુક્રવાર બપોરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ લઈ લેતા કાકાના હાથે ભત્રીજાની હત્યા…


ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક શુક્રવાર બપોરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ લઈ લેતા કાકાના હાથે ભત્રીજાની હત્યા કરી દેવાઈ હતી, તો સામે કાકા પણ ઘાયલ થતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.


બનાવ ગામ મળતી પ્રાથમિક વિગતો મુજબ ગળપાદર ગામમાં જ રહેતો દિપક ખેંગાર લોખીલ તથા તેના કાકા કાનજી રાજા લોખલ વચ્ચે કોઇને બાબતને લઇને ચાલી આવતા મનદુખમાં શુક્રવારે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં કાકા કાનજીભાઇએ છરી વડે ઇજા પહોંચાડતા દીપકનું મોત થઇ ગયુ છે.


બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. આ મામલે હતભાગી યુવકની અંતિમવિધિ બાદ પરિવારના સભ્યો ફરિયાદ નોંધાવશે અને ત્યારબાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.


દરમિયાન પોલીસે આપેલી પ્રાથમિક વિગત મુજબ જેની હત્યા થઇ તે તથા તેના કાકા આસપાસ જ રહે છે. તેમનું કોઇ મકાન ખાલી કરાવવા બાબતે ચાલતા મનદુખમાં આ ઘટના બની હોવાનુ પ્રાથમિક રીતે સામે આવ્યું છે, જેમાં છરી વડે હુમલો થતાં દીપકનું મોત થયું છે જ્યારે હુમલો કરનાર કાનજી પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે હોવાનુ પ્રાથમિક રીતે સામે આવ્યુ છે. પરિવારની વિગતે ફરિયાદ બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *