ચોટીલા પંથકમાં દેશી ઇંગ્લીશ દારૂૂના ધંધાર્થીઓનું નેટવર્ક વધતું જાય છે અને જેને ખાળવા સ્થાનિક બંન્ને પોલીસ મથકની ફોર્સનો પન્નો કોઇ કારણસર ટૂકો પડતો હોય તેમ જણાય છે ત્યારે નાની મોલડી પો. સ્ટે વિસ્તારમાં જિલ્લા ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી બોટલ નંગ 180 પેટી પલંગમાં છુપાવેલ પકડી પાડેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ નાની મોલડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે છેવાડાના ધારૈય ગામમાં એક રહેણાંકનાં મકાનમાં ઇંગ્લીશ દારૂૂનુ વેચાણ થાય છે અને જથ્થો પણ હોવાની જાણકારી પ્રાપ્ત થતા પીઆઇ જે.જે.જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠાણ તથા સ્ટાફના પ્રવિણભાઇ , કુલદીપભાઇ વજાભાઇ સહિતનાએ બાતમી વાળા રહેણાંક મકાનમાં છાપો મારતા આરોપી હાજર મળી આવેલ નોહતો પરંતુ રૂૂમમાં રહેલ પેટી પલંગમાં સંતાડેલો વ્હીસ્કીની 180 બોટલો મળી આવતા રૂૂ.100,800 નો મુદ્દામાલ કબજે લઇ નાની મોલડી પોલીસ મથકમાં આરોપી નીલેશભાઇ નથુભાઇ સાગઠીયા વિરૂૂદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા શહેરમાં પણ અનેક વિસ્તારોમાં દેશી ઇંગ્લીશ દારૂૂનું વેચાણ થાય છે. ચોક્કસ સ્થળ ઉપર દુકાનની જેમ બોટલોનું ટાઇમ ટેબલ મુજબ વેચાણ કરાતું હોવાની તેમજ કાયમી ગ્રાહકોને નાની ઉંમરનાં ડીલેવરી બોય રાખીને વ્હીકલ ઉપર દૂધની જેમ પહોંચતો કરાયાની સુવિધા અપાતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે. તેમજ ગામડાઓમાં પણ રાતા પાણીનો વેપાર વધતો જતો હોવાનું અને પંથકમાં મોટી માત્રામાં સિઝન મુજબ વાતાવરણને ધ્યાનમાં રાખીને જથ્થો પણ સિફતપૂર્વક ઉતરી જાય છે અને મિનીટોમાં સ્થાનિક બુટલેગરો સુધી સગે વગે થઈ જતો હોવાનું પણ કહેવાય છે.
