ઈટાલીને હરાવવામાં ઈંગ્લેન્ડને પરસેવો છૂટી ગયો, સુપર-8 માટે ક્વોલિફાય

જેક્સની 21 બોલમાં અડધી સદી, ઈટાલીના માનેન્ટીએ પણ 22 બોલમાં ફિફટી ફટકારી બે વખતનું ચેમ્પિયન ઇંગ્લેન્ડ ફરી એકવાર 2026 T20 વર્લ્ડ કપમાં મોટા અપસેટથી બચી…

જેક્સની 21 બોલમાં અડધી સદી, ઈટાલીના માનેન્ટીએ પણ 22 બોલમાં ફિફટી ફટકારી

બે વખતનું ચેમ્પિયન ઇંગ્લેન્ડ ફરી એકવાર 2026 T20 વર્લ્ડ કપમાં મોટા અપસેટથી બચી ગયું. ટુર્નામેન્ટની શરૂૂઆતમાં નેપાળ સામે છેલ્લા બોલ પર જીત બાદ હવે ઇટાલી સામે જીત માટે અંતિમ બોલ સુધી રાહ જોવી પડી. અંતિમ ઓવરોમાં સેમ કરનના શાનદાર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડે પોતાનું સન્માન બચાવ્યું અને 24 રનથી મેચ જીતી લીધી. આ સાથે, હેરી બ્રુકની ટીમે પોતાનો ત્રીજો વિજય મેળવ્યો અને સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું.

ફિલ સોલ્ટ (28) એ ટીમને ઝડપી શરૂૂઆત આપી, તેણે આવતાની સાથે જ થોડી બાઉન્ડ્રી ફટકારી, પરંતુ જોસ બટલર (3) નું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. જોકે, સોલ્ટના આઉટ થયા પછી, ઇંગ્લેન્ડની વિકેટ એક પછી એક પડી ગઈ, અને માત્ર 105 રનની અંદર કેપ્ટન હેરી બ્રુક સહિત અડધી ટીમ પોવેલિયન ભેગી થઈ ગઈ. તે સમયે સેમ કરન અને વિલ જેક્સે ઇનિંગને સ્થિર કરી, ટીમને 150 રનથી વધુનો સ્કોર બનાવ્યો. કરનના આઉટ થયા પછી પણ જેક્સ (અણનમ 53) એ પોતાનું સારું ફોર્મ ચાલુ રાખ્યું, માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને 202 રન સુધી પહોંચાડી. ઇટાલી માટે ગ્રાન્ટ સ્ટુઅર્ટ અને ક્રિષ્ન કાલુગામેગે બે-બે વિકેટ લીધી.ત્યારબાદ જોફ્રા આર્ચરે પહેલી ઓવરમાં બે વિકેટ લીધી, જેનાથી સાબિત થયું કે ઇટાલીનું રનચેઝ કરવું અશક્ય છે.

ચાર ઓવરમાં ત્રણ વિકેટ પડી ગઈ. નેપાળના બેટ્સમેનોની જેમ ઇટાલી માટે જસ્ટિન મોસ્કા અને બેન માનેન્ટીએ ઇંગ્લિશ બોલરોને તોડી નાખ્યા, અને 92 રનની વિસ્ફોટક ભાગીદારી કરી. માનેન્ટીએ માત્ર 22 બોલમાં ઇટાલી તરફથી સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી. વિલ જેક્સે આખરે માનેન્ટી (60 રન, 25 બોલ, છ છગ્ગા અને ચાર ચોગ્ગા) ને આઉટ કરીને આ ભાગીદારી તોડી. મોસ્કા (43) પણ થોડી વાર પછી આદિલ રશીદના બોલ પર આઉટ થયો. સેમ કરનના કારણે ઇટાલીની ઈનિંગ પડી ભાંગી, જેણે 16 મી ઓવરમાં સતત બે વિકેટ લીધી. ઇટાલી ઇનિંગના છેલ્લા બોલ પર 178 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

વિલ જેક્સની સિક્સરથી મહિલાની આંખમાં ઈજા
T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ઈટાલીને 24 રનથી હરાવ્યું. આ મેચનો હીરો વિલ જેક્સ હતો, જેણે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. જોકે, તેની તોફાની ઇનિંગ દરમિયાન એક મહિલા ઘાયલ થઈ હતી. આ મેચમાં વિલ જેક્સે એક સિક્સર ફટકારી હતી જે સીધી સ્ટેન્ડમાં બેઠેલી એક મહિલાને વાગી હતી. બોલ મહિલાને વાગતાની સાથે જ તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. સદનસીબે, મહિલાની આંખ બચી ગઈ, પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *