પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદી

ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી…

ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી છે. મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યાં હતા. જવાબમાં ઇંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી છે. તેની સાથે જ ઇંગ્લેન્ડની ટીમે સુપર 8માં બે મેચ જીતીને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ પણ કરી લીધું છે. ઇંગ્લેન્ડ ટી20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં એન્ટ્રી કરનાર પહેલી ટીમ બની ગઈ છે.

ઇંગ્લેન્ડની શરૂૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરના પહેલા જ બોલ પર ફિલ સોલ્ટ શાહીન અફરીદીનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ત્રીજી ઓવરમાં બટલર પણ આઉટ થઈ ગયો. 35ના સ્કોર પર બેથલની વિકેટ પણ પડી ગઈ. જો કે કેપ્ટન હેરી બ્રૂકે ઇનિંગ સંભાળી. ત્યાર બાદ તારિક ઉસ્માને પોતાના પહેલા જ બોલ પર બેંથનની વિકેટ ઝડપીને ચોથો આંચકો આપ્યો. પરંતુ બીજા છેડે હેરી બ્રૂક ટકી રહ્યો. તેણે 28 બોલમાં ફિફ્ટી ફટકારી. પરંતુ 12મી ઓવરમાં ઇંગ્લેન્ડને પાંચમો આંચકો લાગ્યો. જ્યારે તારિકે સેમ કરનની વિકેટ લીધી, કરન અને બ્રૂક વચ્ચે 45 રનની પાર્ટનરશીપ થઈ હતી.

પરંતુ ત્યારબાદ વિલ જેક્સ અને હેરી બ્રૂકે જબરદસ્ત બેટિંગ કરતાં પાકિસ્તાની બોલરોને આડે હાથ લીધા. આ દરમિયાન બ્રૂકે માત્ર 50 બોલમાં પોતાની સદી પૂરી. જોકે, સદી ફટકારતા જ તે આઉટ થઈ ગયો. પરંતુ બ્રૂક આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 18 બોલમાં માત્ર 10 રનની જરૂૂર હતી. ત્યારબાદની ઓવરમાં નવાઝે બે વિકેટ ઝડપી લેતા પાકિસ્તાન ફરી મેચમાં કમબેક કરાવ્યું. પરિસ્થિતિ એવી બની કે છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને 3 રનની જરૂૂર હતી અને પાકિસ્તાનને 2 વિકેટ. પરંતુ આર્ચરે સલમાન મિર્ઝાના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારી મેચ ઇંગ્લેન્ડના નામે કરી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *