ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની નિવૃત્તિની જાહેરાતથી બબાલ

ડ્રેસિંગ રૂમની સ્પીચ બાબતે આઇસીસીએ તપાસ શરૂ કર્યાની ચર્ચા ઇંગ્લેન્ડના મહાન ઑલરાઉન્ડર અને ઘણા વર્ષો સુધી બ્રિટિશ ટીમની કેપ્ટન્સી સંભાળનાર બેન સ્ટોક્સને તાજેતરમાં એક નાઇટક્લબમાં…

ડ્રેસિંગ રૂમની સ્પીચ બાબતે આઇસીસીએ તપાસ શરૂ કર્યાની ચર્ચા

ઇંગ્લેન્ડના મહાન ઑલરાઉન્ડર અને ઘણા વર્ષો સુધી બ્રિટિશ ટીમની કેપ્ટન્સી સંભાળનાર બેન સ્ટોક્સને તાજેતરમાં એક નાઇટક્લબમાં તકરાર અને મારામારીની બનેલી ઘટના બાદ એક ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો એ પછી ખુદ બેન સ્ટોક્સે ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી એ મુદ્દો શમવાને બદલે વકરી ગયો છે.

વાત એવી છે કે કિવીઓ સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ડ્રેસિંગ રૂૂમમાં બેન સ્ટોક્સે રિટાયરમેન્ટની જાહેરાતને લગતી જે સ્પીચ આપી હતી એ ઇંગ્લેન્ડના જ ક્રિકેટ બોર્ડ દ્વારા ‘એક્સ’ પર શેર કરવામાં આવી એ બદલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ઉશ્કેરાઈ ગઈ છે અને આખા કિસ્સામાં તપાસ શરૂૂ કરી છે.
બ્રિટિશ ક્રિકેટ બોર્ડે બેન સ્ટોક્સની ડ્રેસિંગ રૂૂમવાળી સ્પીચનું ફૂટેજ સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતું તેમ જ એ દિવસની રમત પૂરી થાય એ પહેલાં બ્રોડકાસ્ટર્સને પૂરું પાડ્યું હતું. આઇસીસીએ આ કિસ્સામાં વાંધો એ લીધો છે કે બ્રિટિશ ક્રિકેટ બોર્ડે પ્લેયર ઍન્ડ મેચ ઑફિશ્યલ્સ એરિયા (PMOA)ના નિયમનો ભંગ કર્યો જ શું કામ? બેન સ્ટોક્સે ત્યારે ડ્રેસિંગ રૂૂમમાં વીડિયો રેકોડિંગ દરમ્યાન સાથી ખેલાડીઓને કહ્યું હતું કે ‘આવતા બે દિવસમાં બહુ મોટી ઘટના બનવાની છે. તમારા કેપ્ટન તરીકે આ મારા છેલ્લા બે દિવસ છે. ઇંગ્લેન્ડ વતી પણ હું હવે માત્ર બે દિવસ રમવાનો છું.’

આઇસીસીનો ઍન્ટિ-કરપ્શન કાર્યવાહી સંબંધમાં પીએમઓએને લગતો નિયમ કહે છે, ‘પ્રતિબંધિત એરિયામાં (ડ્રેસિંગ રૂૂમમાં) ક્રિકેટ ટીમ દ્વારા વીડિયો પ્રસારિત કરવા કે ઑડિયોના ફૂટેજ માટે ફિક્સ્ડ કે કામચલાઉ વીડિયો કેમેરા કે રેકોર્ડિંગને લગતા અન્ય સાધનો ન હોવા જોઈએ.’ જોકે બેન સ્ટોક્સે ‘કાઢી મૂકો તેને…’ એવું મીડિયાની પોસ્ટમાં લખીને આખી ઘટનાને હાસ્યાસ્પદ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *