ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ ક્રિકેટ લીગ (KCL) 2026 માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિગત કારણોસર તેણે આ સિઝનમાં ભાગ નહીં લેવાની જાણકારી લીગના આયોજકો અને પોતાની ફ્રેન્ચાઈઝી કોચી બ્લુ ટાઈગર્સને આપી છે. ગયા વર્ષે કોચી બ્લુ ટાઈગર્સે સંજુ સેમસનને ₹26.80 લાખમાં ખરીદ્યો હતો, જેના કારણે તે KCL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. KCL 2025માં તેણે માત્ર પાંચ ઈનિંગમાં 368 રન ફટકારીને પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
એક અહેવાલ મુજબ, KCL ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન નજર માચને જણાવ્યું કે સંજુએ અગાઉથી જ ટૂર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય જણાવી દીધો હતો. ત્યારબાદ કોચી બ્લુ ટાઈગર્સે તેને પોતાની ટીમમાંથી મુક્ત કર્યો હતો. KCL 2026ની શરૂૂઆત 20 ઓગસ્ટથી થશે અને ફાઈનલ 5 સપ્ટેમ્બરે રમાશે.
