કાલાવડના પાતામેઘપરમાં ગૌચરમાં પેશકદમી

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામે ભુમાફીયા તત્વો દ્રારા ગુંડાગીરીથી સરકારી અને ગૌચરની જમીનમાં પેશકદમીથી પાકો કુવો , બિનકાયદેસર વીજ કનેકશન , ચેકડેમ , બંગલો…

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામે ભુમાફીયા તત્વો દ્રારા ગુંડાગીરીથી સરકારી અને ગૌચરની જમીનમાં પેશકદમીથી પાકો કુવો , બિનકાયદેસર વીજ કનેકશન , ચેકડેમ , બંગલો અને બગીચા સહિત આશરે 20 કરોડનું ગેરકાયદેસર દબાણ કરેલ જે હટાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભગવાનજી શિવાભાઈ મોલિયા રે.પાતામેઘપર હાલ રાજકોટ વાળા એ મુખ્ય જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક અને જામનગર જિલ્લા કલેક્ટર ને લેખીત માં જણાવેલ કે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામના દક્ષિણે સીમાડે નીકાવાના રસ્તે ઉંડ નદીના કાંઠે બે નદીના સંગમ અને સુતારીયા વોકળા પાસે મારી ખેતીની જમીન અને કુવાને લાગુ જમીન પાસે પાતામેઘપર ગામના રહીશો વેલજી પોપટ કથીરીયા, પરસોતમ પોપટ કથીરિયા (સુરત) અને ગોરધન પોપટ કથીરીયા (સુરત) વિગેરેએ તેમની જમીનને લાગુ સરકારી ખરાબો અને ગૌચરની આશરે 20 એકર જેટલી જમીનમાં પેશકદમીથી દબાણ કરીને ગેરકાયદેસર રીતે હડપ કરેલ છે.

આ દબાણ કરેલ જમીનમાં (નકશા મુજબ) પાકામકાન, પાકોકુવો, પ્રાઈવેટબગીચો, પાઈપલાઈન, વીજકનેક્શન, અને બંગલો બનાવી ને દારૂૂજુગારના અડા જેવી અસામાજિક અને ગુનાહિત પ્રવૃતિઓ આચરેલ છે. આશરે 20 કરોડ જેવી બજારકિમતની આ ગેરકાયદેસર દબાણમાં લેન્ડગેબ્રીંગ અને અન્ય કાયદા હેઠળ ગુન્હો બનતો હોય,આ દબાણ હટાવીને સરકારી જમીનનો 10 વર્ષથી ગેરકાયદેસર કબજો રાખવા બદલ દંડ અને શિક્ષા સહિત જાહેરહિતમાં સુઓમોટો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા મારી રજૂઆત છે.

આ સાથે ઉંડ નદીના કાંઠે બે નદીના સંગમ પાસે જુના રેવ.સર્વે નં 235ની સીમ જમીનને લાગુ તેમજ સરકારી જુના રે.સ.નં 71 અને નવા રે.સ.નં 44 સરકારી ખરાબો અને ગૌચરની આશરે 20 એકર જેટલી જમીનમાં પેશકદમી કરીને પચાવી પાડેલ છે.આ સરકારી અને ગૌચરની જમીનમાં દશ વર્ષથી ગેરકાયદેસર પ્રાઈવેટ બગીચો બનાવેલ છે. આ જમીનમાં નદીના પેટાળમાં દારૂૂ ટોટા જીલેટીન જેવા વિસ્ફોટકો વાપરીને સરકારી મંજુરી વગર ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરી જમીન પચાવી પાડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *