રાજકોટ લોકો કોલોનીમાં ફરજ દરમિયાન કર્મચારીનું હાર્ટએટેકથી મોત

રાજકોટ શહેરમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં સુરેન્દ્રનગર રહેતા અને રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે રાત્રે પોતાની ફરજ પર રેલવે લોકો કોલોનીમાં…

રાજકોટ શહેરમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં સુરેન્દ્રનગર રહેતા અને રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે રાત્રે પોતાની ફરજ પર રેલવે લોકો કોલોનીમાં હતા ત્યારે ત્યાં અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજયું હતું.

વધુ વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં વિજય સોસાયટીમાં રહેતા નિરુભાઈ નારાયણભાઈ ખાંભલા (રબારી) (ઉ.57) ગઈકાલે રાત્રે હંસરાજનગરના નાલા પાસે રેલવે લોકો કોલોની પાસે પોતાની નોકરી પર હતા ત્યારે તેઓને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો.તેમને સંતાનમાં પાંચ દીકરી છે.તેઓ બે ભાઈ ત્રણ બહેનમાં નાના હતા.
તેઓ સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતા અને ત્રણ વર્ષથી રાજકોટ નોકરી કરતા હતા.તેઓના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટના બાદ મૃતક નીરુભાઈ ખાંભલાના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતાં નીરુભાઈનો મૃતદેહ જોઈ તેઓના પરિવાર અને સંતાનોને આઘાત લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *