‘શિક્ષક કભી સાધારણ નહી હોતા’સુત્રને સાર્થક કરનાર છાસિયા કુ.તાલુકા શાળાના શિક્ષકને ભાવુક વિદાય

25 વર્ષ સુધી એક જ સ્થળે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો; બદલીથી વિદાય સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા મૂળ હિંમતનગરના કનાઈ ગામના વતની…

25 વર્ષ સુધી એક જ સ્થળે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો; બદલીથી વિદાય સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

મૂળ હિંમતનગરના કનાઈ ગામના વતની મોમીન મોહંમદઅલી ઇસ્માઇલભાઈ પટેલએ તા.30/12/1999 માં શિક્ષક તરીકેના પોસ્ટિંગ સાથે વીંછીયા તાલુકાના છાસિયા ગામે પ્રાથમિક શાળામાં કાર્યભાળ સાંભળ્યો હતો. છેલ્લા 25 વર્ષથી છાસિયા કુમાર તાલુકા શાળામાં ફરજ બજાવનાર મોમીન મોહંમદઅલી પટેલે ગ્રામજનો સાથે લાગણીસભર પારિવારિક માહોલ બનાવ્યો હતો.

મોમીન મોહંમદઅલી પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ શિક્ષણ, રમત ગમત અને સંસ્કૃતિ કાર્યકમ સહિતના ક્ષેત્રમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ છાસિયા તાલુકા શાળાનું નામ રોશન કર્યું છે. મોમીન મોહંમદઅલી પટેલ પાસે શિક્ષા મેળવનાર અનેક વિધાર્થીઓ હાલ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ફરજ બજાવી રહ્યા છે. છાસિયા કુમાર તાલુકા શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી મોમીન મોહંમદઅલી પટેલે અનેક છાત્રોની કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

હાલ છાસિયા કુમાર તાલુકા શાળામાં આચર્ય તરીકે ફરજ બજાવતા મોમીન મોહંમદઅલી પટેલની 25 વર્ષ બાદ માદરે વતન હિંમતનગરના નાડા ગામે બદલી થઈ હતી. મોમીન મોહંમદઅલી પટેલની બદલીના સમાચાર મળતા જ વિદ્યાર્થી, ભૂતપૂર્વ છાત્રો, ગ્રામજનો અને સાથી શિક્ષકો અચંબિત થઈ ગયા હતા. સરળ સ્વભાવ ધરાવતા અને કર્મનિષ્ઠ શિક્ષક મોમીન મોહંમદઅલી પટેલની બદલી થતા છાસિયા ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવો અફસોસ કરી રહ્યા છે.છાસિયા કુમાર તાલુકા શાળાના આચાર્ય મોમીન મોહંમદઅલી પટેલની બદલી થતા વિદાય સમારોહ અને સ્વરૂૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે વિદાય સમારોહમાં મોમીન મોહંમદઅલી પટેલનો પરિવાર, છાસિયા કુમાર તાલુકા શાળાના પૂર્વ આચાર્ય અને દાદાના હુલામણા નામથી જાણીતા શિક્ષક સંઘના વડા રસિકભાઈ સાંકળિયા, છાસિયા કુમાર તાલુકા શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બાવળીયા, શિક્ષક રમેશભાઈ રાજપરા, જીગ્નેશભાઈ અણીયાળીયા, વિજયભાઈ આહલગામા, મુકેશભાઈ જાદવ, પ્રતિકભાઇ ધુમડા, ભૂતપુર્વ વિદ્યાર્થી અને પત્રકાર મનોજ વાળા, એપીએમસીના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા, સી.આર.સી વિનુભાઈ, તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ મીઠાપરા, ગામ અગ્રણી સુરેશભાઈ જોગરાજીયા, રાઘવભાઈ ચૌહાણ, દામજીભાઈ ઝાપડિયા, મનસુખભાઇ ઝાપડીયા સહિતના પૂર્વ છાત્રો, છાસિયા ક્ધયા શાળા, છાસિયા હનુમાનગઢ સીમ શાળા, અજમેર, ઢેઢુકી અને હડમતીયા પ્રા. શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જે વિદાય સમારોહમાં મોમીન મોહંમદઅલી પટેલની વિદાયથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *