પોરબંદર-સોમનાથ-અમરેલી-જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 200થી વધુ બેંક એકાઉન્ટ ભાડે રાખી ફ્રોડનાં રૂા. પ0 કરોડની હેરફેર
ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી અને પોરબંદરમાં અલગ અલગ બેંક ખાતા ધારકોને લોભામણી સ્કીમ આપી બેંક એકાઉન્ટ ભાડે રાખી ઓનલાઇન છેતરપીંડી કરતી ટોળકીની જુનાગઢની મહિલા સભ્ય સહિત ટોળકીના 8 સભ્યોને જુનાગઢ સાયબર ક્રાઇમે ઝડપી લઇ 82 ખાતાની તપાસ કરતા 50 કરોડથી વધુની રકમના ટ્રાન્જેકશન કર્યાનો પદાફાર્શ કર્યો છે. આ ટોળકીએ 200 થી વધુ ખાતામાં છેતરપીંડી કર્યાનુ પણ જાણવા મળ્યુ છે.
દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે રીતે બેંકનાં ખાતાંમાંથી રૂૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાય છે. ત્યારે આ ગેંગ લોકોનાં એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતાંમાંથી રૂૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપીની અટકાયત કરી છે તેમજ જૂનાગઢની એક મહિલા સહિત પાંચ મળી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ બેંક ખાતાંમાંથી 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ અલગ અલગ બેંકના ખાતાધારકોને લોભામણી લાલચ આપી ભાડે ખાતાં રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. બેંક ખાતાં મારફત છેતરપિંડી આચરનાર અમદાવાદ ના બે મુખ્ય આરોપી ઓ, જૂનાગઢના પાંચ આરોપીને આ છેતરપિંડી આચરવા કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે એવી શક્યતા સેવાઈ રહી છે. પકડાયેલી ગેંગ દ્વારા અલગ અલગ બેંકના ખાતાધારકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવતાં હતાં તેમજ ઘણા બેંક ખાતાધારકોનાં ખાતામાં અન્ય જગ્યાએથી રૂૂપિયા આવવાના છે, એ રૂૂપિયા પરત મેળવી તેના બદલામાં તેમને કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હાલ પકડાયેલા બે અમદાવાદના મુખ્ય આરોપીઓ જૂનાગઢના પાંચ આરોપીઓને બેંક એકાઉન્ટની માહિતીના બદલામાં કમિશનના રૂૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યાર બાદ ખાતામાં આવેલા રૂૂપિયા આંગડિયા કે હવાલા મારફત ગુજરાત તેમજ અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોમાં મોકલતા હતા. પકડાયેલ આરોપીઓમાં અભિષેક ઉર્ફે અભી શાંતિલાલ માથુકિયા, (અમદાવાદ), સચિન ઉર્ફે ભૂલો ગોવિંદભાઈ વોરા, (અમદાવાદ), આર્યન ઉર્ફે દાતાર મહેબૂબભાઇ પઠાણ, (જૂનાગઢ), ધર્મેશ હરસુખભાઈ ગોહિલ, (જૂનાગઢ), સતીશ દેવરાજભાઈ કરમટા, (જૂનાગઢ), અબ્દુલ કરી હસનભાઈ જેઠવા, (જૂનાગઢ), આસિફ રહીમભાઈ બેલીમ, (જૂનાગઢ), નયનાબેન ઇન્દ્રવદનભાઈ ટાંક, (જૂનાગઢ) નો સમાવેશ થાય છે. જૂનાગઢ રેન્જ આઇ.જી નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે લગભગ એકાદ મહિના પહેલાં રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં પીઆઈને માહિતી મળી હતી કે જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ કાર્યરત થઈ છે, જે ગેંગ અલગ અલગ બેંકના ખાતાધારકોના સંપર્ક કરી આખા ભારતમાં સાયબર ફ્રોડ કરી રહી છે. તેવા લોકો આ ખાતાંમાં નાણાં જમા કરાવતા હોય અને આ ખાતાધારકોને પકડાયેલી ગેંગ કમિશન આપી ફ્રોડનાં નાણાં આ ગેંગ ઉપાડી લેતી હતી. આ ગેંગના અમુક સભ્યો દ્વારા આંગડિયા અને અન્ય હવાલાથી અન્ય રાજ્યનાં શહેરોમાં આ ગેંગને નાણાં મોકલતા હતા.
ગેંગને ખાતા આપનાર એકાઉન્ટ ધારક પોલીસનો સંપર્ક કરે
રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયાએ જણાવેલ કે, લોકોને ખાસ અપીલ છે કે લોકોએ આવા કોઈપણ ફ્રોડમાં આવવું નહીં અને કોઈપણ વ્યક્તિને કોઈપણ ઈસમ દ્વારા કે કંપની દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકમાં મળતા વળતરથી વધુ વળતરની લાલચ આપવામાં આવતી હોય ત્યારે તેણે તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. ત્યારે હાલ પોલીસે 200 ખાતાંમાંથી 42 ખાતાં જે તપાસ પૂર્ણ કરી છે, જેમાંથી જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તે લોકોએ વહેલી તકે સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો જે લોકોએ પોતાના ખાતા આ ગેંગને આપ્યા હોય, લોકો સંપર્ક નહીં કરે તો તેવા લોકો પણ આ કામમાં સંડોવાયેલા છે એવું બની શકે છે.
