વિધાનસભાના ઉપાધ્યક્ષની સોમવારે ચૂંટણી, શુક્રવારે બપોર સુધી ફોર્મ ભરાશે

પંદરમી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડના તા.25 ડિસેમ્બરના રાજીનામા બાદ હવે આ ખાલી પડેલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા તેજ બની છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે…

પંદરમી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડના તા.25 ડિસેમ્બરના રાજીનામા બાદ હવે આ ખાલી પડેલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા તેજ બની છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે આ મહત્વના પદ માટે ચૂંટણીનો દિવસ નક્કી કર્યો છે, જે મુજબ આગામી સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉપાધ્યક્ષની ચૂંટણી યોજવામાં આવશે.

વિધાનસભા સચિવાલયના સચિવ ચેતન પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરવા ઈચ્છતા સભ્યોએ શુક્રવાર, 13મી ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 12-00 વાગ્યા પહેલા પોતાની દરખાસ્ત સચિવને ઉદ્દેશીને મોકલી આપવાની રહેશે. નિયમ 11 અને 10(2) હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિધાનસભાના નિયમો મુજબ, જે સભ્યનું નામ ઉપાધ્યક્ષ તરીકે સૂચવવામાં આવે, તેમણે પોતે જો ચૂંટાય તો આ જવાબદારી નિભાવવા માટે રાજી છે તેવું લેખિત નિવેદન આપવું અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કેટલાક ખાસ નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે: કોઈપણ સભ્ય પોતાના જ નામની દરખાસ્ત કરી શકશે નહીં. સભ્ય પોતાના નામની દરખાસ્તને ટેકો પણ આપી શકશે નહીં.કોઈ પણ સભ્ય એક કરતાં વધુ ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકી શકશે નહીં કે એકથી વધુ દરખાસ્તને સમર્થન આપી શકશે નહીં.
સચિવાલય દ્વારા આ માટેના નિયત નમૂનાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રસ્તાવ મૂકનાર અને ટેકો આપનાર સભ્યની સહી તેમજ ઉમેદવારની સંમતિ જરૂૂરી રહેશે. ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ હવે ઉપાધ્યક્ષ પદે કોને મુકવામાં આવે છે તે તરફ સૌની નજર મંડાઈ છે. બીજી તરફ વિરોધપક્ષ કોંગ્રેસે પણ આ પદની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *