21 ઓકટોબરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી-જુદી કેટેગરીની કુલ 12 બેઠકો ભરવા માટેની ચૂંટણી પ્રક્રિયા મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સત્તાવાર રીતે…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી-જુદી કેટેગરીની કુલ 12 બેઠકો ભરવા માટેની ચૂંટણી પ્રક્રિયા મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. મુંબઈ રાજ્યના પ્રાથમિક કેળવણીના કાયદાની જોગવાઈઓ મુજબ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST)બેઠક 1 બેઠક ફાળવવામાં આવી છે.શિક્ષણ પ્રમાણપત્ર ધારક બેઠકો 3 બેઠકો, જેના માટે ઉમેદવાર મેટ્રિક્યુલેશન અથવા દ્વિતીય વર્ષ શિક્ષણ-પ્રમાણપત્ર પરીક્ષા પાસ તેમજ સરકારી કે માન્ય સંસ્થાની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. 8 બેઠકો, જેના માટે ઉમેદવાર પ્રાથમિક શાળાંત પાસ અથવા સમકક્ષ કે વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂૂરી છે.

આ ચૂંટણી અંગેનો વિગતવાર કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નોમિનેશન હો કરાવવાની તારીખ તા. 30/09/2026ના રોજ સવારે 11:00 થી 16:00 કલાક દરમિયાન. ઉમેદવારનું નામ રજૂ કરનાર અને ટેકો આપનાર બંનેએ જાતે મેયરની ચેમ્બર, ચૂંટણી કચેરીમાં ઉપસ્થિત રહીને પેપર રજૂ કરવાના રહેશે).તા. 21 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11:00 થી 14:00 કલાક દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સભા ગૃહમાં. તા. 21 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 15:00 કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલી પરિણામ જાહેર કરવામાં આવશે.

ભાજપમાં દાવેદારોનો રાફળો ફાટ્યો, કોંગ્રેસના ભાગે એક બેઠકની શકયતા
રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકની ચૂંટણી થનાર છે. તે માટે ભાજપમાંથી 300 દાવેદારોએ પ્રમુખ ડો.માધવ દવે સમક્ષ દાવેદારી રજૂ કરી છે. ત્યારે મહાપાલિકાની ચૂંટણીમાં જે સિટિંગ કોર્પોરેટરોની ટીકિટ કાપવામાં આવી અને શિક્ષણ સમિતિમાં લેવાનું વચન અપાયુ હોય તે કાર્યકરોની અપેક્ષા વધી ગઇ છે. છતાં પક્ષ પસંદગીનો કળશ કોના પર ઢોળશે તેના ઉપર સૌની નજર મંડાઇ છે. જ્યારે હાલ 18 વોર્ડના કુલ 72 કોર્પોરેટરોમાં ભાજપના 65 અને 7 કોંગ્રેસના છે. આથી કોંગ્રેસના એક સભ્યને આસાનીથી ચૂંટાઇને આવે તેવી શકયતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *